તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અંધશાળાના બાળકોએ ઉજવ્યો મા સરસ્વતીનો પ્રાગટ્ય દિન

અંધશાળાના બાળકોએ ઉજવ્યો મા સરસ્વતીનો પ્રાગટ્ય દિન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીવાત્સલ્ય ધામ-અંધશાળાના બાળકોએ મા સરસ્વતીઓ જન્દ દિન અપાર શ્રદ્ધા સાથે ઉજવ્યો હતો.

વસંતપંચમીના કરાતા આયોજનમાં સવારથી ગાયત્રમંત્રોના જાપ, આરતીના કાર્યક્રમમાં આઇજી એ.કે. જાડેજા, નગરસેવક મહિદીપસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અવસરે કેક કાપી બાળકોને દાતા દ્વારા ભોજન કરાવાયું હતું. પ્રસંગોપાત પ્રવચન કરતા આઇજીએ બાળકોનો જુસ્સો વધારતાં પોતે પ્રોગ્રામમાં ભાગ લેવા બદલ આનંદની લાગણી અનુભવી હતી. સાથે સૌ મહેમાનોએ બાળકો દ્વારા રજૂ કરાયેલા ગીતો સાંભળ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મિતેશ શાહે તેમજ સંચાલન જે. આર. પટેલે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સાજીદ માંજોઠી, દિનેશ શેઠે જહેમત ઉઠાવી હતી.

ભુજની અંધશાળા ખાતે ઉજવણી માટે પહોંચેલા આઇ.જી.

અન્ય સમાચારો પણ છે...