તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ખંભરામાંથી મારીંગણા પંચાયતને અલગ દરજ્જો

ખંભરામાંથી મારીંગણા પંચાયતને અલગ દરજ્જો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારતાલુકાના ખંભરા ગ્રામ પંચાયતમાંથી મારીંગણા ગામને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાનો નિર્ણય સરકારના પંચાયત વિભાગે કરી વિધિવત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નિર્ણયને મુખ્યમંત્રીના સંસદીય સચિવ વાસણભાઇ અાહિરે આવકારીને જણાવ્યું હતું કે, અંજાર તાલુકા 55 ગ્રામ પંચાયતોમાં 1 વધીને 56 થયેલી છે. ગ્રામ પંચાયતમાં ટૂંક સમયમાં નવા સૂકાનીની વરણી કરવામાં આવશે તથા નવી ગ્રામ પંચાયતને અલગથી વિકાસ ફંડ આપવામાં આવશે.

મારીંગણા ગામને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા અંજાર તાલુકા ભાજપના પ્રમુખ શંભુભાઇ આહિર, તાલુકા પંચાયતના પ્રમુખ રાંભઇબેન ઝરૂ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવાભાઇ શેઠ, ખંભરાના સરપંચ દક્ષાબેન ચાવડા વગેરેએ સંસદીય સચિવ પાસે રજૂઆત કરી હતી જે પંચાયત મંત્રી જેન્તીભાઇ કવાડિયા સમક્ષ મૂકાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી કચ્છ પાસેથી દરખાસ્ત મગાવતા જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા તથા કારોબારી ચેરમેન નવિનભાઇ ઝરૂના માર્ગદર્શન હેઠળ સરકારમાં જરૂરી દરખાસ્ત મૂકાયા બાદ વિધિવત જાહેરનામું બહાર પાડી સરકારના પ્રેસમાં ગેજેટમાં પ્રસિદ્ધ કરવામાં આવતા 100 ટકા માલધારી રબારી સમાજની વસતી ધરાવતા સમાજમાં તથા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાણી છે, તેવું શૈલેશ પટેલની અખબારી યાદીમાં જણાવાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો