તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રૂા. 1.29 કરોડનો દારૂનો તથા 15.71 લાખનો જુગારમાં મુદામાલ ઝડપાયો

રૂા. 1.29 કરોડનો દારૂનો તથા 15.71 લાખનો જુગારમાં મુદામાલ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વકચ્છ પોલીસ જિલ્લામાં એસ.પી. તરીકે બઢતી મેળવીને આવેલા ભાવના પટેલના આગમન બાદની પોલીસ કાર્યવાહીનો એક સર્વગ્રાહી રીપોર્ટ જાહેર કરવામા઼ આવ્યા હતો જેમાં દારૂ સબંધે 478 કેસોમાં 72,56,078/- લાખના દારૂ સહિત કુલ 1,29,78,680/- નો મુદામાલ જપ્ત કરાયો હતો તો જુગારના 51 કેસો થયા હતા અને તેમાં 10,13,115/- ની રોકડ મતા ઉપરાંત, 15,71,995/- નો મુદાાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અન્ય ગુનાઓમાં ડિટેક્શનનું પ્રમાણ પણ ઉંચું આવ્યું હોવાનું જણાવાયું હતું.

પોલીસ દ્વારા એસ.પી.ના બે માસના કાર્યકાળ દરમ્યાન થયેલી પોલીસ કાર્યવાહીઓનો હિસાબ-કિતાબ રજુ કરાયો હતો જેમાં જણાવાયા અનુસાર, હત્યાના 2 બનાવોમાં સંડોવાયેલા 4 આરોપીઓને ઝડપી લેવાયા હતા, 4 લૂંટ ડિટેક્ટ થઇ હતી જેમા઼ 6 આરોપીઓ ઝડપાયા, 5 કેસના 10 ભાગેડુઓ, હથિયારોના 13 કેસમાં 16, ઘરફોડ ચોરીના 6 બનાવોમાં 11 આરોપીઓ, વાહનચોરીના 25 બનાવોમાં 15 આરોપીઓ, પીવીસી પાઇપ ચોરના એકમાત્ર બનાવમાં 2 શખ્સો, રાયોટીંગ અને અપહરણના 1 બનાવમાં 5 શખ્સો, ખોટી નંબર પ્લેટના 1 કેસમાં 1 શખ્સ, વિદેશી ક્રુ મેમ્બરના 1 કેસમાં 4 શખ્સો, ઉપરાંત ગુમ થયેલ બાળકીને 24 કલાકમાં શોધીને વાલીઓને પરત આપવાની આદિપુર પોલીસ મથકની ઘટના પોલીસની સારી કામગીરી વિશે ઘણું કહી જાય છે.

પોલીસ પ્રજાનો મિત્ર છે

એસ.પી.ભાવના પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, લોકોની જાગૃતી અને સહકાર વગર પોલીસ કામ કરી શકે નહી સંજોગોમા઼ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સ્વીકારી, લોકોને જાગૃત રહી, પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી. કોઇ પણ શંકાસ્પદ પ્રવૃત્તી બદલ નજીકના પોલીસ મથકનો વિના સંકોચ સંપર્ક કરવાનું પણ તેમણે જણાવ્યું હતું.

પૂર્વ કચ્છમાં એસપીની 2 માસની કામગીરીના લેખાજોખા

અન્ય સમાચારો પણ છે...