તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જો 8ની તીવ્રતાનો ધરતીકંપ આવે તો આકાશમાંથી સહાયતા ઉતરી આવે

જો 8ની તીવ્રતાનો ધરતીકંપ આવે તો આકાશમાંથી સહાયતા ઉતરી આવે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જ્યાં108 જવાન 2001ના ધરતીકંપનો ભોગ બન્યા હતા તેવા ભુજ એરફોર્સ સ્ટેશનથી ઉત્તરમાં 30 કિલોમીટર દૂર ગુરુવારે સવારે 5:45 વાગ્યે 8ની તીવ્રતાનો ભૂકંપ આવતાં હવાઇ મથકે દોડધામ મચી ગઇ હતી અને ભુજ તથા આસપાસના લોકોને કેમ બચાવવા તેમજ રાહત પહોંચાડવી તેની એકસરસાઇઝ સહાયતા શરૂ કરી દેવાઇ હતી. સિસ્મિક ઝોન પાંચમાં આવતા કચ્છમાં 15 વર્ષ બાદ વહેલી સવારે 8ની તીવ્રતાના ભારે આંચકાની સ્થિતિ એક મોકડ્રીલ હતી અને તેની કવાયત દિવસભર ચાલી હતી. સાઉથ વેસ્ટ એર કમાન્ડ, ગાંધીનગર દ્વારા વાયુસેના સ્ટેશન ભુજમાં ભૂકંપ હોનારત માટે ત્રણ દિવસની એકસરસાઇઝ કવાયત હાથ ધરાઇ છે. શુક્રવારે તેનું સત્તાવાર રીતે સમાપન થશે. જેના ભાગરૂપે

...અનુસંધાનપાનાનં.6ભુજનાઆકાશમાં અને વાયુસેના મથકમાં કારાયેલી કસરત બાદ એમ સપાટી પર આવ્યું હતું કે, જો હકીકતમાં રિખ્ટર સ્કેલ પર ભુજના આસપાસના વિસ્તારમાં 8ની તીવ્રતાનો આંચકો આવે તો આકાશમાંથી સહાય ઉતરી આવશે. મુન્દ્રામાં નેવી દ્વારા વાવાઝોડા બાદની રાહત કામગીરીની મોકડ્રીલ પોર્ટ પર વીઝાગ જહાજ પર કરાઇ હતી.

કચ્છ અને નેપાળના વિનાશકારી ભૂકંપ તથા કેદારનાથમાં આવેલા ભયાનક પૂરની સ્થિતિ બાદ સેનાના વડાની 2015ની સંયુક્ત કમાન્ડરની પરિષદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાને રાજ્ય અને વહીવટી તંત્રને સાથે રાખીને મોટી દુર્ઘટનામાંથી રાહત અર્થેની ચોક્કસ પ્રકારની કસરત કરવા તથા સુસંગત બનાવવા માટેના નિર્દેશ આપ્યા હતા. જેના અનુસંધાને થલ સેનાએ ગુવાહાટીમાં જલપ્રલય અને નૌકાદળે વિશાખાપટનમમાં ચક્રવાત દરમિયાન મળતી રાહત-મદદ માટેનો અભ્યાસ કર્યો હતો. ભુજમાં એક્સરસાઇઝ સહાયતાના નામે ધરતીકંપની છેલ્લી અને ત્રીજી મોકડ્રીલ 14થી 16 સપ્ટેમ્બર સુધી યોજાઇ છે. ગુરુવારે સવારથી સાંજ સુધી એરફોર્સ સ્ટેશનમાં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી ધરતીકંપલક્ષી મોકડ્રીલ થઇ હતી. એર માર્શલ એસ. હરપાલસિંગે ગાંધીનગરથી સંબોધન કર્યું હતું, તો ભુજ સ્ટેશનના એર એર કોમોડોર કાર્તિકેય કાલેના માર્ગદર્શન સાથે વિંગ કમાન્‍ડર આર.એસ. કુશવાહા સહિતના વાયુદળના ઉચ્‍ચ અધિકારીઓ, એરફોર્સ સ્ટાફની મહિલાઓ સામેલ થયા હતા.

ઇજાગ્રસ્ત બનેલા લોકોને બચાવવા અને રાહતકાર્ય માટે સૌપ્રથમ સી 17 ગ્લોબ માસ્ટર હવાઇ જહાજ ઉતરી આવ્યું હતું. વાયુસેનાનું હવાઇ જહાજ 76 ટન જેટલી કેપેસિટી ધરાવે છે અને કુદરતી આપત્તિઓ વખતે તેનો ઉપયોગ કરાતો હોય છે, જેમાં હોસ્પિટલને લગતા તંબુઓ, દવાઓ, ખાદ્ય સામગ્રી તેમજ અન્ય જરૂરી રાહતકાર્યની વસ્તુઓ આપત્તિના સ્થળે ઠલવાતી હોય છે અને જરૂર મુજબ અસરગ્રસ્તોને નિશ્ચિત સ્થળે પણ પહોંચાતા હોય છે. તો એમઆઇ 17 નામના હેલિકોપ્ટરે રન-વે પર ભૂકંપના ભોગગ્રસ્તોને લઇ જવાનું જીવંત નિર્દેશન કર્યું હતું, જેમાં જવાનો દોરડા પર લટકીને ઉતર્યા હતા અને છાતી પર બંધાઇને અસરગ્રસ્તની જેમ લઇ પણ જવાયા હતા.

વાયુસેના મથકે ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર મુકુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કચ્છમાં આવી કસરતો નિયમિત ધોરણે થવી જોઇએ, વર્ગ-3 સહિતના મહેસૂલ, પંચાયત અને પોલીસ કર્મચારીઓને સામેલ કરવાથી આવી કોઇ કુદરતી આપત્તિ આવે ત્યારે નિયમિત કરાતી મોકડ્રીલનો અનુભવ તેમને ઘરથી માંડીને સમાજમાં પણ ઉપયોગી બની શકે. તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલ, પશ્ચિમ કચ્છના પોલીસવડા મકરંદ ચૌહાણ, અધિક નિવાસી કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળા, નખત્રાણા એએસપી હિમકર સિંઘ, ના. કલેક્ટર ડી.સી. જોષી, ડિઝાસ્ટર મામલતદાર ઉમેશ શુક્લા તેમજ ડિઝાસ્ટરની ટીમ જોડાઇ હતી.

ગુરુવારે ભુજના એરફોર્સ સ્ટેશને ધરતીકંપની જ્યારે મુન્દ્રામાં બંદરે વાવાઝોડા પછીની રાહતની કવાયત હાથ ધરાવમાં આવી હતી.

ભૂકંપ અસરગ્રસ્તોનું રનવે પરથી એરલિફ્ટ

મુન્દ્રામાં નેવીની મોકડ્રીલ

ઇમારતમાંથી રેસ્કયૂ

હેલિકોપ્ટર- વધુ ક્ષમતાના જહાજ ભુજમાં ઉતર્યા

4

3

2

1

હેલિકોપ્ટરમાંથી બચાવકાર્ય ઉપરાંત આઇસીયુ સહિતની હોસ્પિટલ, ઇમારતોમાંથી અસર ગ્રસ્તોને ઉગારવા, સંદેશાવ્યવહાર ઉભો કરવો તથા સેનિટેશનની વ્યવસ્થાની કવાયત હાથ ધરાઇ

એક્સરસાઇઝ સહાયતા |ભુજ એરફોર્સ સ્ટેશને કુદરતી આપત્તિની દેશની ત્રીજી મોટી મોકડ્રીલ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...