• Gujarati News
  • National
  • નર્મદા નીર માટે કચ્છને અન્યાય થયાનું નિવેદન જુઠાણુ છે

નર્મદા નીર માટે કચ્છને અન્યાય થયાનું નિવેદન જુઠાણુ છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનેનર્મદાના નીરની ફાળવણીમાં કોઇ અન્યાય નથી થયો તેવા પ્રકારનું નિવેદન નર્મદા નિગમના પીઆરઓ દ્વારા અપાયું છે સત્તાધિશોને ખુશ કરવા અને જુઠાણા સમાન છે તેવું પૂર્વ ધારાસભ્યે જણાવ્યું છે. આવા અધિકારીઓ પોતાની બઢતીમાં રસ ધરાવતા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

નિગમના પરસનલ રિલેશન ઓફિસર વી. આર. આચાર્યે તાજેતરમાં આપેલા અા નિવેદનની ઝાટકણી કાઢતાં પૂર્વ ધારાસભ્ય જયકુમાર સંઘવીએ કહ્યું હતું કે, મૃગજળ સમાન આશ્વાસનો અને સત્તાધિશોની ખુશામતખોરી સાથે પોતાની નોકરી સુરક્ષિત રહે તેવા નિવેદનો કરીને કચ્છને માત્ર અન્યાય કરાઇ રહ્યો છે. વરસોથી એક વાત કરાય છે કે, કચ્છ માટે આયોજન છે પણ તેના માટે મુદ્દત પર મુદ્દતો પડ્યા કરે છે. સૌની યોજનામાં માત્ર સૌરાષ્ટ્રના ડેમો અને પાંચ હજાર ગામોનો સમાવેશ કરાયો છે પણ કચ્છ માટે કોઇ નક્કર જાહેરાત કરાઇ નથી જેના પગલે લોકોમાં અન્યાય અને ઉપેક્ષાની લાગણી જન્મી છે તેમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે, નર્મદાના નીર માટે કચ્છમાં તોફાન પહેલાંની શાંતિ પ્રવર્તી રહી છે.

કચ્છની કેનાલમાં નર્મદાનું પાણી અપાય છે તે પણ નિયમિત નથી. વારંવાર કેનાલમાં ગાબડાં પડે છે. 144 કિલો મીટરથી 353 કિલો મીટરની કેનાલનું કામ હાથ ધરાયું નથી ત્યારે આવા નિવેદનો લોકોને ભ્રમજાળમાં નાખવા સમાન હોવાનો આક્ષેપ પૂર્વ ધારાસભ્યે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...