તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જખૌ નજીક ગેરકાયદે માછીમારી કરતા 16ને અેસઓજીએ પકડ્યા

જખૌ નજીક ગેરકાયદે માછીમારી કરતા 16ને અેસઓજીએ પકડ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનાજખૌ દરિયાકિનારે એસઓજીની ટીમ દ્વારા દરિયામાં માછીમારી કરતા 16 માછીમારને 5 બોટ સાથે પેટ્રોલિંગ દરમિયાન પકડી પાડવામાં આવ્યા હતા.

સરકારના પરિપત્ર મુજબ 9 જૂનથી રાજ્યમાં માછીમારી કરવાની મનાઇ કરેલી છે. પગડિયા માછીમારોને ફિશિંગ કરવાની છૂટ આપેલી હોવા છતાં ચોરીછૂપે નાની-મોટી બોટ દરિયાઇ વિસ્તાર અંદર જઇને ફિશિંગ કરે છે. તા.2/7ના દિવસ દરમિયાન એસઓજી દ્વારા પેટ્રોલિંગ દરમિયાન સઢવાળી 5 બોટ ગેરકાયદે માછીમારી કરતી ઝડપાઇ છે.

એસઓજી દ્વારા દિવસ દરમિયાન પેટ્રોલિંગ કરતાં જખૌ બંદર સ્થાનિકના 16 માછીમારને 5 બોટ સહિત ઝડપી પાડ્યા છે. જખૌ બંદર જળસીમાથી આશરે 15થી 17 કિ.મી. દૂર શેખરાનપીર નજીકથી ઓફ સીઝનમાં ફિશિંગ કરતા ઝડપાયા છે. એસઓજી દ્વારા તમામ

...અનુસંધાનપાના નં. 6માછીમારોનેપકડી પૂછપરછ કરી તેમના ફિશિંગ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. વધુ કાર્યવાહી માટે ફિશરીઝ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યા છે, તેવું એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. ચૌધરીએ જણાવ્યું હતું.ઓફ સીઝનમાં ફિશિંગની કાર્યવાહી પર રોક

હાલેદરિયાઇજીવો ખાસ કરીને માછલીઓની પ્રજનન તેમજ ઇંડા મૂકવાની ઋતુ છે, ફિશિંગ થાય તો તેમની કુદરતી પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે, માછલીના ઇંડાઓનો નાશ થઇ જાય છે, ભવિષ્યમાં ઓછી માછલીઓ મળવાથી આર્થિક ફટકો પણ પડી શકવાનો ભય રહે છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા વોચિંગ સતત ચાલુ રહે, તો દરિયાઇ પર્યાવરણ સુરક્ષિત રહી શકે.

અન્ય સમાચારો પણ છે...