• Gujarati News
  • National
  • ટોલનાકાની બબાલમાં રબારી સમાજના આક્ષેપો પાયાવિહોણા

ટોલનાકાની બબાલમાં રબારી સમાજના આક્ષેપો પાયાવિહોણા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામખિયાળીટોલનાકા પર એક રબારી જીપચાલકને માર મારવાના પગલે ધમાલ મચી ગઇ હતી અને રબારી સમાજ તથા ટોલનાકાના કર્મચારીઓ આમને-સામને આવી ગયા હતા અને રોષે ભરાયેલા રબારી સમાજના ટોળાંએ પથ્થરમારો કર્યો હતો, જેથી પોલીસે પણ કાર્યવાહી કરી હતી. જેને પગલે રબારી સમાજ દ્વારા સામખિયાળીના પીએસઆઇની કામગીરી સામે આક્ષેપો કર્યા હતા, ત્યારે સામખિયાળી તથા આસપાસના ગામના સરપંચો અને આગેવાનો દ્વારા રબારી સમાજ દ્વારા કરાયેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા હોવાની માંગ સાથે પૂર્વ કચ્છ પોલીસવડાને આવેદન આપ્યું હતું.

સામખિયાળી, લલિયાણા, આમલિયારા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સામખિયાળી વેપારી એસોસિયેશન, સામખિયાળી ટ્રાન્સપોર્ટ એસોસિયેશન અને આસપાસના ગ્રામજનો શુક્રવારે બપોરે પૂર્વ કચ્છ પોલીસવડાની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં આવેદનપત્ર પાઠવી રબારી સમાજ દ્વારા પીએસઆઇ વી.જે. ગઢવીએ ન્યાયના હિતમાં કામગીરી કર્યાનું જણાવ્યું હતું. વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, પોલીસ દ્વારા કાર્યવાહી કર્યા પૂર્વે મામલો શાંત પાડવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્થિતિ કાબૂ બહાર જતી હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ટોલ ભરવાના પ્રશ્ને તેમજ કર્મચારીઓ સાથેના બબાલના બનાવ ટોલ ગેટ પર બનતા રહે છે ત્યારે કાયમી ધોરણે વિશેષ વ્યવસ્થા હાથ ધરાયે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...