• Home
  • Kutchh
  • Bhuj
  • માનકૂવા ગામે રવિવારે આર્ટ ફેસ્ટીવલ યોજાશે

માનકૂવા ગામે રવિવારે આર્ટ ફેસ્ટીવલ યોજાશે

માનકૂવા ગામે રવિવારે આર્ટ ફેસ્ટીવલ યોજાશે

DivyaBhaskar News Network

Oct 14, 2016, 07:40 AM IST
માનકૂવાગામને અંદાજે 600 વર્ષ પૂર્ણ થતાં કચ્છી આર્ટ ટ્રસ્ટ દ્વારા હસ્તકલા કારીગરો અને કચ્છી કલાકારોને પ્રોત્સહાન મળે તે માટે તા. 16/10ના સાંજે 7થી 10 દરમિયાન 16મા ફેસ્ટીવલનું આયોજન કરાયું છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરાશે ત્યારબાદ દેશના શહિદો માટે મૌન પળાશેે. સોઢા જરવીરસિંહ વકતવ્ય આપશે. કચ્છી આર્ટ ટ્રસ્ટી સાથે જોડાયેલા કારીગરોની કૃતિઓનું પ્રદર્શન, વેચાણ તેમજ લાઇવ ડેમોસ્ટ્રેશન તેમજ આંતરરાષ્ટ્રીય કચ્છના કલાકાર જોડિયા પાવા વાદક નુરમામદ સોઢા, આફ્રિકા ડાન્સ, સીધી ધમાલ, કચ્છી ગઝલ, કચ્છ પાવા, કચ્છી ભજન વગેરે કાર્યક્રમો રજૂ થશે. સાથે કચ્છી આર્ટ ટ્રસ્ટ-2016નો એવોર્ડ સમારંભ પણ યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ વિનોદભાઇ ચાવડા, સાંસદીય સચિવ વાસણભાઇ અાહિર, ધારાસભ્યો ડો.નીમાબેન આચાર્ય, પંકજભાઇ મહેતા, રમેશભાઇ મહેશ્વરી, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, આઇ.જી.પી. બોર્ડ રેન્જ એ.કે. જાડેજા, માનકૂવાના ભીમજી જોધાણી, માનકૂવા ગ્રામ પંચાયત સરપંચ લાલજીભાઇ સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. તેવું કચ્છી આર્ટ ટ્રસ્ટના પ્રમુખ રમજુ કુંભાર અને ઉપપ્રમુખ ઇબ્રાહીમ મારાની યાદીમાં જણાવાયું હતું.

X
માનકૂવા ગામે રવિવારે આર્ટ ફેસ્ટીવલ યોજાશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી