તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સંસ્થાઓ વિદ્યાર્થીઓના સ્વચ્છતા માટે સૂત્રોચ્ચાર

સંસ્થાઓ-વિદ્યાર્થીઓના સ્વચ્છતા માટે સૂત્રોચ્ચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શહેરમાં ત્રિદિવસીય સમૂહ સફાઇનું આયોજન કર્યું છે, જેમાં જાગૃતિ લાવવા સંસ્થાના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ સ્લોગન સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તો ધારાસભ્ય અને કલેક્ટર સહિતનાઓએ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ પાસે ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, નગરપતિ અશોક હાથી, કલેક્ટર એમ.એ. ગાંધી, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. ચંદ્રસિંહ જાડેજા, મુખ્ય અધિકારી જી.કે. ચાંડપ્પા, સુધરાઇના ઉપપ્રમુખ સુશિલાબેન આચાર્ય, શાસક પક્ષના નેતા ડો. રામ ગઢવીએ ગાંધીજીની પ્રતિમાને હારારોપણ કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો, જે પ્રસંગે ભુજ વિસ્તાર સત્તા મંડળના ચેરમેન કિરીટી સોમપુરા હાજર રહ્યા હતા.

જાયન્ટ ગ્રૂપ ઓફ ભુજના શંભુભાઇ ઠક્કર, નિષદભાઇ મહેતા, ઇન્દિરાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલના શિક્ષક પી.કે. ચુડાસમા, એન.એસ.યુ. તથા ઇકો ક્લબના બાળકો, ઓલ્ફ્રેડ હાઇસ્કૂલના શિક્ષક ડી.એમ. જાડેજા સહિતના સ્વચ્છતાના સ્લોગન અને સૂત્રોચ્ચારથી નગરજનોમાં જાગૃતિ ફેલાવી હતી.

ભુજ નગરપાલિકાના કાર્યક્રમમાં ધારાસભ્ય, નગરપતિ, કલેક્ટર, મુખ્ય અધિકારીએ સમૂહ સફાઇનો કરાવ્યો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...