તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધાણેટીમાં જૂના બોરમાં ભંગાણ પડતાં યુદ્ધના ધોરણે નવો બનાવાયો

ધાણેટીમાં જૂના બોરમાં ભંગાણ પડતાં યુદ્ધના ધોરણે નવો બનાવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના ધાણેટી ગામે આવેલા રામકૃષ્ણનગરમાં પીવાનું પાણી પૂરું પાડતો બોર અચાનક બગડી જતાં તેના સ્થાને નવો બોર માત્ર 20 દિવસમાં કાર્યરત કરી દેવાયો હતો, જેના પગલે લોકોને પડતી તકલીફ નિવારી શકાઇ હતી. ગ્રામ પંચાયતે તુરંત જરૂરી પ્રક્રિયા પણ કરી હતી. જૂના બોરમાં અચાનક ભંગાણ પડતાં પાણીની કટોકટી સર્જાય તેવી ભીતિ સર્જાઇ હતી. જોકે, સરપંચ વાઘજીભાઇ માતાએ નવો બોર બનાવવાની કામગીરી ત્વરાએ કરતાં 20 દિવસ પહેલાં સંસદીય સચિવના હસ્તે બોરવેલનું ખાતમુહૂર્ત કરાયું હતું. જે હવે શરૂ થઇ જતાં પાણી રાબેતા મુજબ વિતરીત કરી દેવાનું શરૂ કરી દેવાયું હતું.

આગેવાને બોર વાપરવા આપ્યો

દરમિયાન,ધાણેટીમાંપાણીથી સમસ્યા સર્જાય તેવી હાલત હતી, ત્યારે ગામના એક આગેવાન જીવાભાઇ પાંચાભાઇ માતાએ પોતાના પ્રાઇવેટ બોરમાંથી કોઇ પણ જાતની શરત રાખ્યા વગર પાણી આપવાનું શરૂ કરતાં આકરા ઉનાળામાં લોકો જળ કટોકટીમાંથી બચી ગયા હતા. તેમનો આભાર મનાયો હતો.

અન્ય સમાચારો પણ છે...