ભુજમાં ધાર્મિક સ્થળ જોખમી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં ઉમેદનગરથી વિજયરાજજી લાયબ્રેરી તરફ જતા રસ્તે આવેલા ધાર્મિક સ્થાનની ફરતે સળિયાની ગ્રીલ શાળામાં જતા બાળકો માટે જોખમી બની શકે છે, તેમાં મૂકાયેલા અણીદાર સ્તંભો પાસે અકસ્માત સર્જાય, તો જીવલેણ સાબિત થાય, તે નજરે જોતાં લાગી રહ્યું છે, તેમ વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે. લાયબ્રેરીથી મંગલમ તરફ જતા રસ્તે ડાબી તરફ આવેલું એક ધાર્મિક આસ્થાનું સ્થળ પુન: નવનિર્મિત કરાયું છે, ત્યારે તેની આસપાસ સ્ટીલની ગ્રીલ પણ બેસાડાઇ છે. સ્થાન માર્ગના કિનારે આવેલું છે, માર્ગ ઉપરથી શાળાઓ છૂટ્યા પછી અનેક બાળકો અહીંથી પસાર થાય છે. સાઇકલ પર જતા વિદ્યાર્થીઓને સ્થળે કોઇ ટક્કર વાગે અને ગબડી પડે, તો ગ્રીલનો અણીદાર ભાગ જીવલેણ સાબિત થાય તેમ હોઇ ગ્રીલને દૂર કરવી જોઇએ, તેવી માંગ ‌ઊઠી છે. જોખમરૂપી ગ્રીલ તાત્કાલિક દૂર કરાય તેવી લોકલાગણી છે.

અન્ય સમાચારો પણ છે...