• Gujarati News
  • National
  • ભુજના યુવાને વ્યાજખોરના ત્રાસથી દવા પીધાનું ખૂલ્યું

ભુજના યુવાને વ્યાજખોરના ત્રાસથી દવા પીધાનું ખૂલ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાસંજોગનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા કાસમ ખમીશા થેબા (32)એ ગઇકાલે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતાં ભુજની જનરલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો, જેમાં પ્રથમ ભૂલથી પી લીધાનું પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવમાં યુવકે થોડા સમય પહેલાં ગામમાંથી એક લાખથી વધુની રકમ વ્યાજ પર લીધી છે, જે સમયસર ચૂકવતાં વ્યાજખોરોએ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. છેલ્લા થોડા દિવસોથી ઘરની બહાર નીકળીશ, તો પતાવી દેવાની ધમકી આપતાં યુવાનની રોજગારી પણ બંધ થઇ ગઇ હતી. અંતે કંટાળીને તેને દવા પી લીધાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...