• Gujarati News
  • ધાવડાના જમીન રેકર્ડ કલેક્ટર કચેરીમાંથી ગાયબ

ધાવડાના જમીન રેકર્ડ કલેક્ટર કચેરીમાંથી ગાયબ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસરકારના આદેશના પગલે 2012માં કચ્છના તમામ ગામોના હક્કપત્રો 8(એ), ગામ નમૂના-6(એ) તથા 7-12 કલેક્ટર કચેરીમાં સ્કેનિંગ માટે મોકલાયા હતા. જમીનને લગતા દસ્તાવેજ ઓનલાઇન કરવાની સરકારની નીતિ અંતર્ગત કામગીરી કરાઇ હતી, પરંતુ કામગીરીમાં અનેક ગોટાળા થયા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. મળતી માહિતી મુજબ નખત્રાણા તાલુકાના રોડટચ એવા ગામ મોટા ધાવડાના મહત્ત્વના જમીનને લગતા તમામ ઓરિજિનલ દસ્તાવેજો ગુમ થઇ ગયા છે. જેની જાણવાજોગ છેક 3 વર્ષ બાદ હમણા મામલતદાર દ્વારા કલેક્ટરના આદેશથી ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં કરાઇ છે. વિગત બહાર આવતાં તંત્રની સતર્કતા તથા બેદરકારી સામે પણ આંગળી ઉઠી છે.

અંગે મળતી માહિતી મુજબ 2012માં છેક સ્કેનિંગની કામગીરી થઇ હતી. તે સમયે કલેક્ટરના આદેશથી તમામ ગામોના દસ્તાવેજો ભુજ કલેક્ટર ઓફિસમાં લવાયા હતા. તમામ દસ્તાવેજો ઓનલાઇન કરવા હેતુ સ્કેનિંગ કામગીરી કરવા જૂનાગઢની કોન્ટ્રાક્ટર કંપની દેવકિશનને કામગીરી સોંપાઇ હતી. જે કામગીરી થયા બાદ તમામ દસ્તાવેજો જે-તે મામલતદાર કચેરીને સુપરત કરાયા હતા, પરંતુ નખત્રાણા તાલુકાના મોટા ધાવડાના એક પણ દસ્તાવેજ પાછા નથી અપાયા. બનાવને આજે 3 વર્ષ પૂરા થઇ ગયા છે.

તંત્રની બેદરકારીની હદરૂપે હવે છેક મામલે પોલીસમાં અરજી કરાઇ છે, જેમાં દેવકિશન એજન્સી સામે મામલે શંકા દર્શાવીને ફરિયાદ કરાઇ છે. મોટા ધાવડા ગામ નખત્રાણા-ભુજ રોડ પર આવેલું છે. અામ જગ્યાની રૂએ મહત્ત્વપૂર્ણ જગ્યા પર આવેલા ગામના હક્કપત્રો, 7-12 તથા ગામ નમૂના કયા ઉદેશથી ગાયબ કરાયા છે, તે શોધનો વિષય બન્યો છે. મહત્ત્વપૂર્ણ જમીનના આધારો કલેક્ટર કચેરીમાં જવાબદાર અધિકારીઓના નાક નીચેથી ગુમ થયા છે, ત્યારે બનાવમાં સ્કેન કરનારી વ્યક્તિઓ સાથે કોઇ સરકારના જવાબદારોની ભૂમિકા હોવાની શંકા પણ જાણકારોએ વ્યક્ત કરી છે.

ગામના દસ્તાવેજો ગુમ થયાની અરજી વર્તમાન કલેક્ટરના આદેશથી બે દિવસ પહેલાં ડિવિઝનમાં નખત્રાણાના મામલતદાર એન.એસ. ડીઆ દ્વારા દાખલ કરાઇ છે, ત્યારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. પ્રાથમિક તપાસમાં જૂનાગઢના કોન્ટ્રાક્ટર પર તવાઇ લવાશે, જો ઠોસ લાગશે તો બાદમાં પોલીસ ફરિયાદ કરાશે.

શું હોય છે વિવિધ જમીન રેકર્ડમાં

1)હક્કપત્રક-8(એ) :- રેકર્ડમાંખેડૂતને મૂળભૂત જમીન ક્યાંથી પ્રાપ્ત થઇ તેનો આધાર હોય છે, તેના માલિક હક્કની વિગતની નોંધ હોય છે, જેમાં જમીન નવી શરતની છે કે જૂની શરતની તેની વિગત તથા અન્ય જૂની વિગત હોય છે.

2)ગામ નમૂના-6(એ) :- રેકર્ડમાંખેડૂતની જમીનના વર્તમાન તથા ભૂતકાળના પાકની વિગતો, કેટલા ઝાડ તથા વીજ કનેક્શન છે કે નહીં, મોટર કનેક્શન વગેરેની વિગતો સામેલ હોય છે.

3)7-12 નમૂના :- 7-12નાનમૂનામાં ખેડૂતના ખાતા નંબર, કેટલા એકર જમીન છે, સર્વે નંબર, ટ્રાન્સફરની વિગત, લોનની વિગત વગેરે નોંધ સામેલ હોય છે.

ગુમ થવા પાછળ કોઇ જમીન કૌભાંડ હોઇ શકે !

રીતે આખા ગામના તમામ ઓરિજિનલ રેકર્ડ ગુમ થવા પાછળ કોઇ મોટું જમીન કૌભાંડ આચરાયા બાદ તેના પુરાવા નાશ કરવાનો ઉદેશ હોઇ શકે છે. ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગામ હાઇવે ટચ છે, તેથી અહીંની જમીન લગડી સાબિત થઇ શકે છે, તેથી તેના પર મોટા જમીન માફિયાઓની નજર પહેલાંથી હશે, તેમાં પણ જો સરકારી ટાવર્સ પૈકીની જમીન સ્થાનિક જવાબદારોની મિલિભગતથી પોતાના નામે કરાવી લીધી હોય અથવા જમીનના માલિકી પણામાં છેડછાડ કરાઇ હોય, તો જમીન કબજે કરાનારાઓ દ્વારા કામ કરાયું હોઇ શકે, જેમાં એક વાર ઓનલાઇન એન્ટ્રી પડી ગયા બાદ જો ઓરિજિનલ દસ્તાવેજો ગુમ કરી દેવાયા, તો બાદમાં તેમાં વિવાદ ઉઠે તો જમીન પ્રમાણિત કરી શકાય. આમ સામાન્ય રીતે તમામ દસ્તાવેજ સ્થાનિક કક્ષાએ તલાટી પાસે રહેતા હોય છે.

મામતલદારે હજી પૂરતી વિગતો આપી નથી : પી.આઇ.

અંગેભુજ સિટી પી.આઇ. દેસાઇએ જણાવ્યું હતું કે, નખત્રાણા મામલતદાર દ્વારા અરજી અપાઇ છે, પણ તેમના દ્વારા એજન્સીના અંગેના તેમજ તેના અહીં કામ કરવા આવનારા કર્મચારીઓના ઓળખ, સરનામા કે અન્ય પુરાવા પૂરા પડાયા નથી. જો તેઓ પૂરતી વિગતો પૂરી પાડે ત્યારબાદ અમે તપાસ શરૂ કરી શકીએ.

અત્યંત મહત્ત્વનાએવા બનાવ અંગે નખત્રાણા મામલતદાર એન.અેસ. ડીઆનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, મોટા ધાવડાના ખેડૂત રેકર્ડ ગુમ થઇ ગયા છે. ગુજરાત સરકારના આદેશથી કલેક્ટર કચેરીમાં સ્કેનિંગ માટે મોકલાવાયું હતું, જે કામગીરી પતી ગયા બાદ એજન્સીએ અમને બધા ગામના પાછા આપ્યા હતા, પરંતુ મોટા ધાવડા હક્કપત્ર, ગામ નમૂના તથા 7-12 વગેરે અમને પાછા અપાયા નથી. જૂનાગઢની દેવકિશન એજન્સી સામે અમે ફરિયાદ કરતી અરજી ભુજના સિટી પોલીસ સ્ટેશનમાં આપી છે. પોલીસ તપાસ ચાલુ કરી છે જો તેમાં શંકાસ્પદ લાગશે, તો અમે પોલીસ ફરિયાદ કરશું. તેમણે જણાવ્યું કે, જો ગોલમાલ જણાશે તો કોઇને પણ બક્ષવામાં નહીં આવે અને દીશામાં તટસ્થ કામગીરી કરાશે. તેવી ખાતરી અપાઇ હતી.

એક્સપોઝ|2012માં નખત્રાણા તા. મોટા ધાવડાના 8(એ), 6(એ), 7-12ના સ્કેનિંગ સમયે થઇ છે ગોલમાલ

સ્કેનિંગમાં કર્યા બાદ એજન્સીએ પાછા નથી અાપ્યા : મામલતદાર