• Gujarati News
  • National
  • હબાયના વાઘેશ્વરી માતાજીના મંદિરના કૂંડમાં પાણી ઉલેચાયું

હબાયના વાઘેશ્વરી માતાજીના મંદિરના કૂંડમાં પાણી ઉલેચાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજતાલુકાના હબાય ગામે આવેલા આય શક્તિ વાઘેશ્વરી માતાજીના મંદિર પાસે આવેલો અવિરત પાણી ધરાવતો કૂંડ ક્યારેય ખાલી થતો નથી. હબાય ગામના લોકો સંપૂર્ણપણે કૂંડના પાણીનો ઉપયોગ કરે છે, તે ઉપરાંત આવનારા તમામ ભક્તો પણ મંદિર પ્રવેશ પૂર્વે અહીં પાણીનો પ્રસાદ ધારણ કરે છે, પરંતુ આદિ-અનાદિ કાળનો કૂંડ એકમાત્ર ભીમ અગિયારસના દિવસે ખાલી કરી શકાય છે.

લોકવાર્તા મુજબ વાઘેશ્વરી માતાએ પહાડીમાં ભેડ-બકરી ચારનારા માટે કૂંડ રચ્યો હતો, ત્યારથી કરીને કૂંડની ખાલી કરવાની વિધિ દરવર્ષે ભીમ અગિયારસના દિવસે કૂંડનું પાણી ખાલી કરી શકાય છે. બાકી વર્ષ કૂંડનું પાણી છલકાતું રહે છે.

આઇસીયુ ઓન વ્હીલ્સનું લોકાર્પણ

કચ્છમાં માત્રપાંચ આઈસીયુ ઓન વ્હીલ્સ છે, ત્યારે ભુજ તાલુકાના હબાયધામે સંસદીય સચિવ વાસણભાઈ આહિરના હસ્તે એમ્બયુલન્સ લોકસેવા માટે અર્પણ કરવામાં આવી છે. મૂરલીધર મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 18 લાખના ખર્ચે ખરીદવામાં આવેલી એમ્બ્યુલન્સને ભુજ ખાતે મૂકવામાં આવશે. જિલ્લા બહાર રાજકોટ-અમદાવાદ રિફર કરવામાં આવતા દર્દીઓ માટે એમ્બયુલન્સ ખૂબ ઉપયોગી નીવડશે. ઉલ્લેખનીય છે કે, કોઈ પણ જાત-નાતના ભેદભાવ વગર નફો નુકસાનના ધોરણે આઈસીયુવાળી એસી એમ્બ્યુલન્સ કોઈ પણ દર્દી માટે ઉપયોગમાં લઈ શકાશે. એમ્બ્યુલન્સ માટે વાસણભાઇ ગોપાલ આહિર દ્વારા 2,11,111, હરિભાઈ હિરા જાટિયા, રાણાભાઈ ડાંગર, સતિષભાઈ છાંગા દ્વારા 1,11,000, વાઘજીભાઈ મોતા, સામજીભાઈ કાનગડ, રાણાભાઈ માદેવા, રાજેશભાઈ મમુભાઈ આહિર, ભાવેશભાઈ, બાબુભાઈ, માવજીભાઈ, નિલેશભાઈ માલસતર, સામજી ચાવડા, રૂપેશ છાંગા, દેવજી ઢીલા, અરૂણભાઈ, પ્રવિણભાઈ આહિર, હમીર જોગલ, મોહનભાઈ, ખીમજી વેલજી, પંકજભાઈ તમામ દ્વારા 51,000 તથા અન્ય દાતાઓના દાનથી આઈસીયુ એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી છે.

હબાયના વાઘેશ્વરી ધામમાં પરંપરાગત રીતે કૂંડની સફાઇ કરાઇ તે વેળાનું દૃશ્ય નજરે પડે છે. / ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...