તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છ એકસપ્રેસ સુપર ફાસ્ટ થતાં પાસધારકોને ‘નો એન્ટ્રી’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ એકસપ્રેસ સુપર ફાસ્ટ થતાં પાસધારકોને ‘નો એન્ટ્રી’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છએક્સપ્રેસ ટ્રેનને સુપરફાસ્ટ ટ્રેનનો દરજ્જો મળતાં આગામી નવેમ્બર માસથી ટ્રેનમાં પાસધારકો પ્રવાસ કરી શકશે નહીં, તેવું કચ્છ પ્રવાસી સંઘના કન્વીનર નિલેશ શાહે યાદીમાં જણાવ્યું હતું. અંગે વધુ વિગતો આપતા શાહે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા કચ્છથી મુંબઇ વચ્ચે આવ-જા કરતી બે ટ્રેનોને સુપરફાસ્ટ તરીકે જાહેર કરાતાં ટ્રેનોના નંબરમાં ફેરફાર કરાયા છે, જેમાં કચ્છ એક્સપ્રેસ 19131 અને 19132 અપને બદલે 22955 ડાઉન 22956 અપ તેમજ ગાંધીધામ-બાન્દ્રા વાયા મોરબી ટ્રેનના 19451/19452ના બદલે 22951/22952 સાપ્તાહિક ટ્રેન તરીકે આગામી 16 નવેમ્બરથી દોડશે.

ભૂતકાળમાં જ્યારે લાલુપ્રસાદ રેલમંત્રી હતા, ત્યારે કચ્છ એક્સપ્રેસ સહિતની ભારતભરની 200થી વધુ ટ્રેનોને સુપરફાસ્ટ તરીકે જાહેર કરાઇ હતી, જેમાં મુંબઇથી ગાંધીધામ સુપરફાસ્ટ અને ગાંધીધામથી ભુજ

...અનુસંધાન પાના નં.8

સુધી એક્સપ્રેસ તરીકે દોડાવવાની વાત હતી, જેના અમલીકરણ સામે શ્યામ શાહે વાંધો ઉઠાવતાં સુપરફાસ્ટનું લેબલ નીકળી જતાં કચ્છી પ્રવાસીઓના કરોડો રૂપિયા બચી ગયા હતા, પરંતુ વખતે રેલવેતંત્ર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ટિકિટમાં ભાવવધારો કરવામાં આવશે, જેમાં ફર્સ્ટએસીમાં રૂા. 75, સેકન્ડ એસીમાં રૂા.45, થર્ડ એસીમાં રૂા.45 અને સ્લીપર ક્લાસમાં રૂા.30 સુપરફાસ્ટ ટ્રેન માટે યાત્રીઓએ વધારાના ચૂકવવા પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો