તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છ એક્સ.માં ચોરી કરતા 3 શખ્સોને લોકોએે ધોકાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ એક્સ.માં ચોરી કરતા 3 શખ્સોને લોકોએે ધોકાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલછેલ્લા થોડા સમયથી કચ્છ અને મુંબઇ વચ્ચે ચાલતી ટ્રેનોમાં ચોરી, લૂંટફાટથી માંડી કચ્છી પ્રવાસીઓ સાથે મારામારી કે લુખ્ખાગીરીની ઘટના સામાન્ય બનતી જાય છે, તેવા સમયે વધુ એક ચોરીનો પ્રયાસ બાન્દ્રાથી ભુજ આવતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં બન્યો હતો.

બનાવ સમયે ચોરોનો બહાદુરીપૂર્વક સામનો કરનારા અંજાર તાલુકાના દુધઇ ગામના વતની દિનેશ વાવિયાએ મીડિયા સમક્ષ ઘટનાને ઉજાગર કરતાં જણાવ્યું હતું કે, પોતે ટ્રેનમાં S-3માં મુસાફરી કરી રહ્યા હતા,

...અનુસંધાન પાના નં.8

ત્યારે વડોદરાથી ત્રણ મુફલીસો ડબ્બામાં ચડ્યા હતા અને તેમનો દેખાવ તેમજ વર્તન શંકા પ્રેરે તેવો માલુમ પડતાં દિનેશભચાઇએ શખ્સો પર રીતસરની વોચ રાખી અને રાત્રે જ્યારે મુસાફરો સૂઇ ગયા તેવા સમયે આમાંનો એક ચોર સૂતેલા પેસેન્જરના પોકેટમાંથી 20 હજાર જેટલી કિંમતનો બ્રાન્ડેડ ફોન સેરવવાની ફિરાકમાં હતો, બરાબર તેવા સમયે દિનેશભાઇએ ચોરને રંગેહાથ ઝડપી લઇ તેના મુસાફરોને જગાડી મુક્તા કોચમાં હો-હા થઇ ગઇ હતી અને યાત્રીનો મોબાઇલ બચી ગયો હતો. બાદમાં એક પછી એક ત્રણે શખ્સોને આસપાસના કમ્પાર્ટમેન્ટમાંથી દબોચી લઇ રેલવે પોલીસને સુપરત કરવા જતા ફરજ પરના અધિકારી કુમારે ટોળકીનો બચાવ કરતાં તેઓ લાચાર અને ગરીબ હોવાનું કહી છોડી મુકવા આગ્રહ કરતાં સૌ આશ્ચર્યમાં પડી ગયા હતા અને બાદમાં તમામે અપના હાથ જગન્નાથ કરી ચોરોને બરોબરના ઠમઠોર્યા હતા અને અમદાવાદ આવતા ત્રણે ચોરોને પોલીસના હવાલે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો