Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજમાં 500 કિમીની રેન્જ ધરાવતું રડાર થશે કાર્યરત
ભારતીયહવામાન વિભાગ દ્વારા એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જે અંતર્ગત દેશના મહત્ત્વના કેન્દ્રો પર ડોપ્લર વેધર રડાર સ્ટેશન શરૂ કરવા નિર્ણય લેવાયો છે. પ્રોજેક્ટ અંતર્ગત ભુજમાં પણ ડોપ્લર વેધર રડાર સ્ટેશન હવે શરૂ થશે.
પ્રોજેક્ટ મુજબ ડોપ્લર વેધર રડાર ભુજમાં પણ નાખવામાં આવ્યું હતું. મશીનના ઇન્સ્ટોલેશન તથા નિષ્ણાંત ટેક્નિકલ સ્ટાફના અભાવે તથા વિવિધ કારણોસર ડોપ્લર વેધર રડાર સ્ટેશન ભુજમાં કાર્યરત થઇ શક્યું નહોતું. જોકે, હવે મશીન એક માસમાં કાર્યરત થઇ જશે, તેમ ભુજની હવામાન
...અનુસંધાન પાના નં.8
કચેરીના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું છે. મશીન સાથેનું રડાર સ્ટેશન અંદાજે રૂા. 25 કરોડના ખર્ચે તૈયાર થતા હોય છે. રડાર સ્ટેશન ગુજરાતનું પ્રથમ ડોપ્લર વેધર રડાર સ્ટેશન બનશે. રડારનું નિર્માણ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ. દ્વારા કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા માસથી રડારનું વિવિધ ત્રણતબક્કામાં ટેક્નિકલ પરીક્ષણ ચાલતું હતું, જે સફળતાપુર્વક સંપન્ન થઇ ગયું છે. આગામી એક માસમાં સંપૂર્ણ રડાર સ્ટેશન કાર્યરત થઇ જશે.
ડોપ્લર વેધર રડાર સ્ટેશનનો શું ફાયદો
ભુજમાંનાખવામાં આવેલું રડાર 500 કિમીની રેન્જ ધરાવે છે, જેથી 500 કિમીની ત્રિજ્યાના વાતાવરણમાં થતા નાનામાં નાના ફેરફારો તરત જાણવા મળેશે. ખાસ કરીને વાવાઝોડાં અને અતિ ભારે વરસાદની આગાહી વધારે સચોટ અને ચોક્કસાઇપૂર્વક કરી શકાશે. ગુજરાતમાં હાલ માત્ર અમદાવાદની હવામાન કચેરીમાં જૂનામાં જૂનું બાવા આદમના વખતનું ડોપ્લર રડાર છે, પરંતુ ભુજનું રડાર કાર્યરત થતાં સમગ્ર પશ્ચિમ ભારતના વાતાવરણની અને હવામાનની માહિતી વધુ સચોટ મળી શકશે.