તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ| માંડવીથીઅંજાર જતી બસમાં સેન્ટ્રલ સ્ક્વોડની ટીમ દ્વારા વિકલાંગો સાથે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ| માંડવીથીઅંજાર જતી બસમાં સેન્ટ્રલ સ્ક્વોડની ટીમ દ્વારા વિકલાંગો સાથે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ| માંડવીથીઅંજાર જતી બસમાં સેન્ટ્રલ સ્ક્વોડની ટીમ દ્વારા વિકલાંગો સાથે તેઓનું માનભંગ થાય તેવું વર્તન કરવામાં આવ્યું હતું. અંગે વધુમાં જણાવતાં અંજાર તાલુકાના ચાંદ્રોડાના રહેવાસી અને કચ્છ વિકલાંગ મંડળના સહમંત્રી જગદીશ ગઢવીએ જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે માંડવી-અંજાર બસમાં બિદડા પાસે સ્ક્વોડની ટીમ બસમાં ચેકિંગ માટે આવી બસને થોભાવી ચેકિંગ કર્યું હતું, ત્યારે બસમાં મુસાફરી કરી રહેલા વિકલાંગે બસને ચાલુ રાખી ચેકિંગ કરવાનું કહેતા ચેકિંગ અધિકારીનો પીત્તો ગયો હતો અને તેણે વિકલાંગનું અપમાન કરતાં જણાવ્યું કે, સરકારે તમારા જેવા મફતિયાઓને ફ્રી પાસ આપી સરકારે ભૂલ કરી હોવાનું અને અન્ય મુસાફરોને કોઇ વાંધો નથી, તો તને શું વાંધો છેે તેમ જણાવી અપમાન કરી લગભગ અડધો કલાક બસને થોભાવી રાખી હતી. અંગે અંજાર ખાતે તુરંત મીટિંગ બોલાવી તાત્કાલિક કલેક્ટરને આવેદન સોંપવું અને જો જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા નક્કી કરવામાં આવ્યું હતું.

માંડવી-અંજાર બસમાં વિકલાંગો સાથે સ્ક્વોડ દ્વારા ગેરવર્તણૂક કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો