તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઉનામાં દલિતો પરના અત્યાચારને કચ્છના સાંસદ સહિતનાએ વખોડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનામાં દલિતો પરના અત્યાચારને કચ્છના સાંસદ સહિતનાએ વખોડ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્રગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામે પિતા-પુત્ર સહિત 7 જેટલા દલિતો સમાજના વ્યક્તિઓ પર જાહેરમાં માર મારી પોતાને ગૌરક્ષક કહેવાતા વ્યક્તિઓ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવેલ નિંદનીય ઘટનાને સાંસદ વિનોદભાઇએ વખોડી કાઢેલી છે.

સાંસદ ચાવડાએ જણાવ્યું હતું કે, આઝાદી અગાઉ અસ્પૃશ્યતાના મુળીયા ઉંડા ગયા હતા ત્યારે મહાત્મા ગાંધીજીએ અને ડો. બાબા સાહેબ આંબેડકર, મહાત્મ જયોતિબા ફુલે દલિત સમાજના ઉત્થાન માટે અને અસ્પૃશ્યતા જડમુળથી નાબુદ કરવા ચલાવેલ અભિયાન, સમાજના નબળા વર્ગોને શિક્ષણ સામાજીક ન્યાય માટે આદરેલી ઝુંબેશના કારણે આજે દલિત સમાજ નૈતિક ઉન્નતીના પંથે છે. રોહિત-વણકર વાલ્મિકી સમાજ પણ હિન્દુ ધર્મના અવિભાજય અંગે છે. ત્યારે અમુક કટ્ટરવાદીઓ-અસામાજીક તત્વો વારંવાર વિક્ષેપ સર્જે છે. અને ભાઇચારા સૌહાર્દ પુર્ણ રીતે રહેતા દલિત સમાજના ભાઇઓ ઉપર વારંવાર અત્યાચાર કરે છે.

ભુતકાળમાં મેલુ ઉપાડવાની મડદાઓનો ઉપાડવાના કાર્યો દલિત સમાજ દ્વારા થતાં આજે 21મી સદીમાં, આધુનીક યુગમાં બધુ યત્રવત થાય છે, અને દલિત સમાજ પણ શિક્ષિત, રોજગાર-નોકરી કરતો થઇ ગયો છે. ત્યારે હજુ પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના નાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમની સામે અસ્પૃશ્યતા રાખી દેવી-દેવતા અને છાસ, પાણીનો વ્યવહાર બંધ રાખી તેમની સાથે અમાનવીય વ્યવહારો કરવામાં આવે છે. ગુજરાતમાં પંચાયતીરાજ છે, સંવિધાનમાં જે નાગરીકોના મુળભુત હક્કો આપેલા છે, તેનો કડક પણે અમલ થાય અને દલિત સમાજ ઉપર અત્યાચાર કરતા વ્યક્તિઓને કડક સજા થવી જોઇએ તેવી રજૂઆત ઉચ્ચ સ્તરે સ્થાનિક તંત્ર પાસે કરાઇ છે.

ઉનામાં થયેલ દલિતો પર અત્યાચાર અનવ્યે ચારથી પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ તે સમયના સોશીયલ મિડિયા-વિડીયો જે સામે આવેલા છે તેમાં ઘણા બધા વ્યક્તિઓ દેખાય છે અને તે અનુસંધાને પુર્ણ ન્યાયિક તપાસ થાય વિડીયોમાં દેખાતા અત્યાચારીઓની પણ ધરપકડ થાય અને તેમના પર શિક્ષાત્મક અને ઉદાહરણીય કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય સ્થાનોએ ફરી આવી અત્યાચારની ઘટનાઓ બને તેવી રજૂઆત સાંસદે કરી છે.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સબકમિટી મેમ્બર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ડેલીગેટ ધર્મેન્દ્ર ગોહિલે પણ જણાવ્યું કે, જે લોકો સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે મરેલા ઢોરો ઉપાડવાનું કામ કરી ખરેખર તો સમાજસેવા કરે છે. ગૌવંશની વાર્તા કરનારા પોતે પોતાની પાસે એક ગાય પાળી શકવાની ઓકાત રાખતા નથી અને દલિતોને નિશાન બનાવી પોતાની શેખી મારે છે ! આવાં તત્ત્વો સામે કડક હાથે કામ લેવાય તો ભવિષ્યમાં આવા ગુના બનતા અટકશે. વધુમાં જે પોલીસ અધિકારીઓ ગુનો રોકવામાં નિષ્ફળ ગયા છે તેમની સામે પણ ફરજમાં બેદરકારીનો ગુનો નોંધી કામ ચલાવવું જોઇએ.

કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા 20મી જુલાઇના સવારે 10 કલાકે, ઓસ્લો સર્કલ પર આવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન યોજાશે. ત્યારબાદ રેલી કાઢી ગાંધીધામ મામલતદારને આવેદનપત્ર પાઠવાશે. જેમાં પક્ષના તમામ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.

કચ્છ લોકજનશક્તિ પાર્ટી પણ ઘટનાના વિરોધમાં 21મી જુલાઇના સવારે 11:30 વાગ્યે કલેક્ટરને આવેદનપત્ર આપી સખત વિરોધ નોંધાવશે. એવું પાર્ટીના જિલ્લા પ્રમુખ સતાર માંજોઠીની યાદી જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો