તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભૂતપૂર્વ દાણચોરનો પુત્ર બેન્ટોનાઇટની ચોરીમાં જબ્બે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂતપૂર્વ દાણચોરનો પુત્ર બેન્ટોનાઇટની ચોરીમાં જબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અબડાસાનાખીરસરા-વિંઝાણ ગામની સીમમાં ગેરકાયદે બેન્ટોનાઇટ માટીનું ઉત્ખનન કરવાના કેસમાં નાસતા-ફરતા ભૂતપૂર્વ દાણચોરના પુત્રને મંગળવારે પશ્ચિમ કચ્છ-ભુજ એલસીબી ટીમે ધરપકડ કરી લીધી હતી.

અબડાસાના નુંધાતડ ગામના હાલ ભુજ રહેતા ભૂતપૂર્વ દાણચોરના પુત્ર સિકંદર મીઠુબાવા પઢિયાર તથા તેમના માણસો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ખીરસરા-વિંઝાણ વચ્ચે આવેલી સીમમાં ઉંડો ખાડો ખોદી બેન્ટોનાઇટ ચોરી કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હતું, જે બાબતે કોઠારા પોલીસના એએસઆઇ દીપસિંહ સોઢા તથા પોલીસ સ્ટાફે રેડ પાડી હતી અને આરોપીઓ વિરુદ્ધ 13/7ના કોઠારા પોલીસમાં ગુનો નોંધાયો હતો, મુખ્ય આરોપી સિકંદર મીઠુબાવા પઢિયાર અગાઉ પણ મારામારી તેમજ હથિયાર ધારાના કેસોમાં પકડાઇ ગયો હોઇ કેસની તપાસ પશ્ચિમ કચ્છ-ભુજ એલસીબીને સોંપવામાં આવી હતી. એલસીબી પીઆઇ જે.એમ. આલની સૂચનાથી પીએસઆઇ વાય.બી. ગોહિલ તથા સ્ટાફના માણસો ભુજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન આરોપીની ધરપકડ કરી મંગળવારે નલિયા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો