તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લાખિયારવીરાના પ્રાણપ્રશ્નો હવે તો ઉકેલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાખિયારવીરાના પ્રાણપ્રશ્નો હવે તો ઉકેલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાખિયારવીરાના પ્રાણપ્રશ્નો હવે તો ઉકેલો

નખત્રાણાતાલુકાનું ઐતિહાસિક લાખિયારવીરા ગામ અનેક સમસ્યા�થી ઘેરાયું છે.લાખિયારવીરાથી દેવીસર વચ્ચેના રસ્તે મેટલ પાથરી દેવામાં આવી છે. તેનું વ્યવસ્થિત પેવરકામ કરી વાહનચાલકો માટે રસ્તો યોગ્ય કરવાની તાતી જરૂર છે. રસ્તાની બન્ને બાજુ ગાંડા બાવળને દૂર કરવા પડે એમ છે. લાખીયારવીયરા અને ચાવડકા ગ્રામજનોને પોતાનાં રોજીંદાં નાના-નાના કામ માટે વિથોણ જવું પડતું હોય છે. નખત્રાણા-વિથોણ શટલ બસ લાખિયારવીરા , દેવીસર, મોટી વિરાણી થઇને ચલાવવામાં અાવે તો ઘણી રાહત રહે. ઉપરાંત વિથોણથી ચાવડકા સુધીનો રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં હોઇ તેનું સમારકામ પણ તુરત હાથ ધરાય એવી માગણી કરવામાં આવી છે.

-હરિદાનગઢવી, લાખિયારવીરા

કચ્છનેઅંદરના તત્ત્વોથી વધુ જોખમ

આજનાસમયમાં આપણી આસપાસનું વાતાવરણ અનેક રીતે ડહોળાયેલું, કોમવાદ અને જ્ઞાતિવાદથી ખદબદતું જોવા મળે છે. દેશ પ્રત્યેની નિષ્ઠા લુપ્ત થતી જાય છે. સરકારી કાયદા�”નો છડેચોક ભંગ કરવો અને લોકોના પરસેવાના વેરામાંથી ઉભી થયેલી માળખાંગત સુવિધા�”ની તોડફોડ કરવી જેવી બાબતો વધતી જાય છે. આવાં ભાગલાવાદી પરિબળો કચ્છનો વિનાશ નોતરે પહેલાં સત્તાધિશો હવે એમના પ્રત્યે કડક બને તે સમયની માંગ છે.

-સી.જી. માથુર,ભુજ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો