તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • એરપોર્ટ પર અધિકારી અને પ્રવાસી વચ્ચે માથાકૂટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરપોર્ટ પર અધિકારી અને પ્રવાસી વચ્ચે માથાકૂટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજથીમુંબઇ જતી ફ્લાઇટ AI 9626માં પ્રવાસ માટે એરપોર્ટ પર આવેલા ગાંધીધામના પોદાર પરિવારને મર્યાદાથી વધુ સામાન પર ચાર્જ ભરવાનું જણાવતા સામસામી ઉગ્ર બોલાચાલી થઇ હતી અને અંતે ફ્લાઇટમાં પરિવારના ત્રણ સભ્યોને જવા દેવામાં આવ્યા હતા. જે અંગે ઉપલીકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.

ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા સંજય શ્યામસુંદર પોદાર તેમના પત્ની અને પુત્રી સાથે બેગ્લોરની ચિત્રકલા પરિષદ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ભુજથી એર ઇન્ડિયાની ફ્લાઇટ બુક કરાવી હતી. જેમાં પ્રવાસ કરતી વેળાએ ભુજ અેરપોર્ટ પર મર્યાદીત સામાન 15 કિલોથી વધુ હોતા એર ઇન્ડિયાના સ્ટાફે એક્સેસ લગેજ ચાર્જ ભરવા માટે કહેવાયું, ત્યારે પરિવારે તેમને વિમાન કંપની કે એજન્ટ દ્વારા જાણ કરાઇ હોવાનું જણાવ્યું હતું. વાદવિવાદ ઉગ્ર બનતા સ્ટેશન મેનેજર વી.એમ. ઉમરીગરનું ધ્યાન દોર્યું હતું. તેમણે પણ નિયમ મુજબ પૈસા ભરવાનું કહેતાં વાત વધુ વણસી હતી. જેને પગલે પ્રવાસી પરિવારે અધિકારીને ફોટો પાડીને ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવાનું કહેતાં સામે પક્ષે તેમની દીકરીનો મોબાઇલથી ફોટો પાડવાની ચિમકી આપતા બન્ને પક્ષે એરપોર્ટ ઓથોરિટીના અધિકારી રાઠોડને વાત પહોંચી હતી. દરમિયાન ફ્લાઇટનો સમય થઇ જતાં એર ઇન્ડિયાના અધિકારીની સૂચનાથી ફ્લાઇટ રવાના કરી હતી.

પ્રવાસી પરિવાર સંજય પોદારના જણાવ્યા મુજબ તે તેમના પરિવાર સાથે ભુજથી મુંબઇ અને મુંબઇથી કનેક્ટેડ ફ્લાઇટ દ્વારા બેંગ્લોર જઇ રહ્યા હતા જ્યાં તેમની પુત્રીને કોલેજ પ્રવેશની વિધિ કરાવ્યા બાદ સાંજે દુબઇ માટેના આંતરરાષ્ટ્રીય પ્લેનમાં જવાનું હતું, પરંતુ ભુજ એરપોર્ટ પર એર ઇન્ડિયાના અધિકારીઓ અને સ્ટાફના જડવલણને કારણે તેમની ભુજ-મુંબઇ સીવાયની બન્ને ફ્લાઇટોનો પ્રવાસ પણ રદ્દ કરવો પડ્યો હતો.

અમે નિયમ મુજબ કરી હતી કાર્યવાહી

^સવારેએર ઇન્ડિયાની મુંબઇ ઉપડતી ફ્લાઇટ પર ગાંધીધામનો પોદાર પરિવાર ચેકિંગ કરતો હતો, ત્યારે વિમાન કંપનીના નિયમ મુજબ ડોમેસ્ટીક ફ્લાઇટમાં એક પેસેન્જર દીઠ 15 કિલો સામાન લઇ જવાની છૂટ હોય છે. જે તેમને જણાવતા તેમનો સામાન 20 કિલો જેટલો હોવાથી વધારાના 5 કિલોના લગેજ ચાર્જ ભરવાનું સ્ટાફ દ્વારા જણાવાયું હતું. જે સંદર્ભે પ્રવાસી પરિવાર ઉસ્કેરાઇ ગયો હતો. અમે તેમને સમજાવટથી નિયમ મુજબ રકમ ભરવા કહ્યું હતું, પરંતુ પરિવારના મુખ્ય સભ્ય દ્વારા મોબાઇલથી ફોટોગ્રાફ પાડી ઉચ્ચકક્ષાએ જણાવવાની વાત કહેતા એરપોર્ટ ઓથોરિટીના નિયમ મુજબ સંકુલમાં ફોટોગ્રાફી મનાઇ હોય છે. આથી અટકાવ્યા હતા. જે મુદ્દે ઉસ્કેરાઇ ગયા હતા. > વી.એમ.ઉમરીગર,સ્ટેશનમેનેરજ

ભુજ અેરપોર્ટ પર ગાંધીધામના પરિવારને લગેજ મુદ્દે અટકાવવામાં આવ્યા, ત્યારની તસવીરમાં પરિવારજનો ફરિયાદ કરતા નજરે પડે છે.

ભુજમાં એર ઇન્ડિયાના સ્ટાફ દ્વારા પ્રવાસી પરિવાર સાથે ગેરવર્તનનો આક્ષેપ : પરિવાર ફલાઇટ ચૂકયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો