તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છમાં કોંગ્રેસ દર મહિને તાલુકાવાર કારોબારી યોજશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં કોંગ્રેસ દર મહિને તાલુકાવાર કારોબારી યોજશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડિસેમ્બર-2016માંયોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ બરાબર એક વર્ષે એટલે કે 2017ના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને પરાસ્ત કરવા માટે કચ્છ જિલ્લા કોંગ્રેસે કવાયત શરૂ કરી છે. ઓગષ્ટથી દર માસે જિલ્લાના તમામ તાલુકાઓમાં નિયમિત ધોરણે કારોબારી બેઠક યોજવાનો નિર્ણય લેવાયો છે.

કચ્છમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોના પ્રશ્નો ઉકેલવામાં ભાજપ સરકાર અને તેના ઇશારે ચાલતું વહીવટી તંત્ર નિષ્ફળ જઇ રહ્યું છે તેવા આક્ષેપ સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, જિલ્લાવાસીઓના સામાન્યથી માંડીને મહત્વના પ્રશ્નો માટે કોંગ્રેસ સઘન પ્રયાસો હાથ ધરવાની છે. વિધાનસભા-2017ની ચૂંટણી પૂર્વે ઓગસ્ટ માસથી દરેક તાલુકા મથકે તાલુકા સ્તરની કારોબારી બેઠક યોજાય સંગઠન કેમ મજબુત બને અને બેઠકો હાંસલ થાય તેની સતત યોગ્ય ચર્ચાઓ કરાશે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં ભાજપ સંગઠનમાં આંતરિક કચવાટનો ચરૂ ઉકળી રહ્યો છે ત્યારે વિધાનસભા માટે કચ્છમાં કોંગ્રેસ નગારે ઘા મારવા તૈયાર થઇ રહી છે. બીજી તરફ આપ દ્વારા પણ ગુજરાતમાં પગપેસારો થઇ રહ્યો છે ત્યારે હવેની ચૂંટણી તાણભરી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો