તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અદાણી મેડિકલ કોલેજના છાત્રોની પરીક્ષા અટકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અદાણી મેડિકલ કોલેજના છાત્રોની પરીક્ષા અટકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનીગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (ગેઇમ્સ)ના પ્રથમ વર્ષ એમબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રત્યે સંચાલકો દ્વારા દાખવાયેલી ગંભીર બેદરકારી બહાર આવી છે. અંદાજે 150 જેટલા ભાવિ તબીબોએ ગત વર્ષે મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધા બાદ તેની નોંધણી કચ્છ યુનિવર્સિટીમાં કરાવવાની દરકાર લેવાતાં એક તબક્કે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ગેરલાયક ઠરે તેમ હોવાથી વર્ષ બગડે તેમ હતું, પણ યુનિવર્સિટીના સત્તાધિશોએ માનવીય અભિગમ અપનાવતાં આમ બનતાં અટકી ગયું છે.

ગત શુક્રવારે પ્રથમ વર્ષ એમબીબીએસની પરીક્ષાનો આરંભ થવાનો હતો પણ પરીક્ષાર્થીઓનું એનરોલમેન્ટ થયું હોવાની અક્ષમ્ય ગફલતના કારણે કસોટી લેવાઇ હતી. માટે હોલ ટિકિટ ઇસ્યૂ થઇ હોવાનું બહાનું સંચાલકો દ્વારા આગળ ધરાયું હતું, પણ હોલ ટિકિટ હોય તેવા સંજોગોમાં અન્ય આધાર પુરાવા રજૂ કરીને પરીક્ષા આપવા દેવાની જોગવાઇ છે, જે કિસ્સામાં બન્યું હતું.

અદાણી મેડિકલ કોલેજ દ્વારા ગત વર્ષના સપ્ટેમ્બર માસમાં નવો પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની જરૂરી સર્ટિફિકેટ્સ સાથે કચ્છ યુનિવર્સિટીમાં ફરજિયાતપણે નોંધણી કરાવી દેવાની હોય છે, પણ પરીક્ષાની ઘડી આવી ત્યાં સુધી યુનિવર્સિટીના ચોપડે વિદ્યાર્થીઓ ચડ્યા હતા.

પરીક્ષાની ઓનલાઇન નોંધણી માટે 20 જૂન છેલ્લી તારીખ હતી અને 27 જૂન સુધી લેઇટ ફી સાથે આવેદનપત્ર ભરવાની જોગવાઇ હતી, પણ તમામ વિદ્યાર્થીઓની નોંધણી થઇ હોવાથી યુનિવર્સિટી દ્વારા કસોટી લેવાની અસમર્થતા દર્શાવાઇ હતી. દરમિયાન, સમગ્ર મામલો ઉપકુલપતિ સમક્ષ જતાં તેમણે અંતે લેઇટ ફી સાથે એનરોલમેન્ટ કરાવીને વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું બચાવ્યું હતું. વાઇસ ચાન્સેલર ડો. સી.બી. જાડેજાનો સંપર્ક સાધતાં તેમણે બાબતે સમર્થન આપીને કહ્યું હતું કે, વિદ્યાર્થીના કુલ આઠ જેટલા અલગ-અલગ આધારો રજૂ કરવાના હોય છે, જે પૈકીનો એક પણ અપાયો હતો. વાસ્તવિકતા શું છે તેની તપાસ માટે સુચના આપી હોવાનું કહેતાં વિદ્યાર્થીઓની કારકિર્દી બગડે તે હેતુથી હવે લેઇટ ફી સાથે પરીક્ષા લેવાશે તેમ જણાવ્યું હતું.

મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડો. જ્ઞાનેશ્વર રાવનો સંપર્ક કર્યો ત્યારે લૂલો બચાવ કરતા હોય તેમ પરીક્ષા તો લેવાશે તેમ કહેતાં પોતે અમદાવાદ હોવાથી હકીકત શું છે, તેની અજાણતા દર્શાવીને ડિનનો સંપર્ક કરવાનું કહ્યું હતું, જ્યારે ડિન ડો. અગ્રાવતને પૂછતાં તેમણે વહીવટી કારણોસર પરીક્ષા ફોર્મ ભરવામાં વિલંબ થયો હોવાનું કહીને લેઇટ ફી નો ચેક તૈયાર રખાયો છે તેમ ઉમેર્યું હતું.

સંચાલકોની ગંભીર બેદરકારી : કચ્છ યુનિ.માં એનરોલમેન્ટ નહોતું કરાવ્યું

બાંહેધરી લેવાઇ

સૂત્રોનુંમાનીએ તો મામલે ગંભીર બેદરકારી દાખવવા બદલ અદાણી મેડિકલ કોલેજ પાસેથી યુનિવર્સિટી દ્વારા 2.50 લાખ જેટલી લેઇટ ફી વસૂલાય તેવી સંભાવના છે. એટલું નહીં, પણ આવી અક્ષમ્ય ભૂલ ભવિષ્યમાં નહીં કરાય તેવી લેખિત બાંહેધરી પણ લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો