તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પધ્ધર પાસે જીપ પલટતાં ગોંડલના શખ્સ ઘવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પધ્ધર પાસે જીપ પલટતાં ગોંડલના શખ્સ ઘવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |ભુજ તાલુકાનાપધ્ધર નજીક આવેલી બીકેટી કંપની સામેના રોડ પર પૂરપાટ જઈ રહેલા જીપના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં જીપ પલટી મારી હતી, જેમાં અંદર બેઠેલા પ્રવાસીઓને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. માતાના મઢથી ગોંડલ જઈ રહેલી જીપ નંબર જીજે-3-બીટી-3844 પધ્ધર પાસ પલટી મારી જતાં તેમાં જીપ ચાલક દિગ્વિજયસિંહ અજીતિંસહ જાડેજા (ઉ.વ.30), ગુલાબસિંહ ભગતસિંહ જાડેજા (ઉ.વ.58), મયૂરસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ.25), દાનુભા કનુભા જાડેજા (ઉ.વ.52), નિતિનભાઈ દિલીપભાઈ ડાલેરીયા (ઉ.વ.20)(રહે. બધા ગોંડલ) તથા જૂનાગઢના મીત રમેશભાઈ દડુક (ઉ.વ.21)ને ઈજાઓ થતાં સારવાર માટે ભુજની જી.કે.માં દાખલ કરાયા હતા. ગોપાલભાઈ ખાખલાએ વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો