તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજ માનકૂવા સુધી જિલ્લા ટ્રાફિકનો સપાટો : 33 વાહનો કરાયા ડિટેઇન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ-માનકૂવા સુધી જિલ્લા ટ્રાફિકનો સપાટો : 33 વાહનો કરાયા ડિટેઇન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજતાલુકાના સુખપર, માનકૂવા તથા ભુજ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જિલ્લા ટ્રાફિક દ્વારા મંગળવારે સવારથી સાંજ સુધી કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સ્કૂલ વાહનો તથા મોટર સાઇકલ, સ્કૂટર સહિત 33 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા, જ્યારે 20,800નો સ્થળ પર દંડ વસૂલી 94 જેટલા એનસી કેસ તથા ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લાઓને દૂર કરી સફાયો બોલાવ્યો હતો.

પશ્ચિમ કચ્છ પોલીસવડા મકરંદ ચૌહાણની સૂચનાથી જિલ્લા ટ્રાફિક ઇન્ચાર્જ પીએસઆઇ આર.જે. સિસોદિયાના નેજા હેઠળ ટ્રાફિક ઝુંબેશ રાખવામાં આવી હતી, જેમાં 20 સ્કૂલ વાહનોને ડિટેઇન કરી તે શાળાના શિક્ષકોને બાળકોને સ્કૂલ આવવા માટે વાલીઓને જાણ કરવા જણાવામાં આવ્યું હતું, અન્ય બાઇક સ્કૂટર 13 જેટલા ડિટેઇન કરવામાં આવ્યા હતા, તો 20,800નો સ્થળ પર દંડ કરી 94 જેટલા એનસી કેસ કરી શહેરના વિસ્તારોમાં લારી-ગલ્લાઓને દૂર કરી ટ્રાફિક મુક્ત કરવામાં અાવ્યો હતો, તેવું ટ્રાફિક સિટી ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

નિયમોનું ભંગ કરતા સ્કૂલ વાહનોને દંડ ફટકારતા પોલીસ કર્મચારીઓ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો