• Gujarati News
  • National
  • સ્ટીઅરિંગમાં પ્રોબ્લેમવાળી બસના પ્રવાસીઓ ફસાયા

સ્ટીઅરિંગમાં પ્રોબ્લેમવાળી બસના પ્રવાસીઓ ફસાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર. ભુજ

રાજ્યનાસૌથી મોટા જિલ્લા કચ્છમાં વિશાળ નેટવર્ક સાથેના રૂટો ધરાવતા એસ.ટી. તંત્રમાં બેદરકારીભર્યા નિર્ણયમાં ભુજ-સુરત બસને ખામી યુક્ત રવાના કરતા અમદાવાદ પાસે બ્રેકડાઉન થઇ જતાં મુસાફરોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બસના ડ્રાઇવર સ્ટીઅરિંગમાં ફોલ્ટ હોવાનું તેની લોગબુકમાં ફરિયાદ કરવા છતાં બસને રિપેર કરવાને બદલે એસ.ટી. ડેપો તથા એસ.ટી. વર્કશોપ સંકલનના અભાવને કારણે ખામીયુક્ત બસ મોકલી અપાતાં પેસેન્જરોને અમદાવાદ નજીક માર્ગ વચ્ચે ખૂબ હાલાકી ભોગવવી પડી હતી. તાજેતરમાં ભુજ ડેપોમાંથી ભુજ-સુરતના લાંબા રૂટની બસમાં સ્ટીઅરિંગનો પ્રોબ્લેમ હોવાનું તેના ડ્રાઇવરે પોતાની લોગબુકમાં દર્શાવ્યા છતાં એસ.ટી. ડેપો તથા એસ.ટી. વર્કશોપ સંકલનના અભાવને કારણે અમદાવાદ માર્ગ વચ્ચે બ્રેકડાઉન થઇ જતાં એસ.ટી. તંત્રની બિસ્માર હાલત વધુ સ્પષ્ટ થઇ છે. બાબતે ગંભીરતા નહીં લેવાતાં મુસાફરો અટવાઇ પડતાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કચ્છની બસો પૈકી કેટલીક બસોએ પ્રવાસના નિર્ધારિત કિલોમીટર પૂરા કર્યા પછી પણ હજુ સેવામાં છે, ત્યારે લાંબા રૂટોની બસોમાં પણ નિયમનું ધોરણ જળવાતું હોવાના કારણે પરેશાનીનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...