• Gujarati News
  • કચ્છમાં દર 10 ગામ દીઠ એક પશુદવાખાનું મંજૂર

કચ્છમાં દર 10 ગામ દીઠ એક પશુદવાખાનું મંજૂર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંમુખ્ય વ્યવસાયસમા પશુપાલનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા દર 10 ગામ દીઠ એક પશુદવાખાના ઊભા કરવાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2015/16ના નાણાકીય વર્ષના બજેટ અંતર્ગત મંજૂરી અપાઇ છે અને તેનો અમલ પણ દરમિયાન કરવામાં આવશે.

કચ્છ જિલ્લા પંચાયત દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ફેબ્રુઆરી માસમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, કચ્છમાં પશુધનની વસતી વધારે છે અને તેના નિભાવ અને સારવાર માટે પશુ દવાખાનાઓની જરૂરિયાત છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઇ છાંગાની રજૂઆતના પ્રત્યુત્તરમાં ગાંધીનગર સ્થિત પશુપાલન નિયામક કચેરી દ્વારા એક જણાવાયું છે કે,

...અનુસંધાનપાના નં. 6



વર્ષ2015-16માં જિલ્લાના દર 10 ગામ દીઠ એક પશુ દવાખાનું સ્થાપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ગતિશીલ ગુજરાતની યોજનાઓ હેઠળ કાર્યાવાહીને વેગ આપવાનો રહેશે. જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં આગામી સમયમાં હવે પશુ સારવાર માટે સગવડ ઊભી થઇ શકશે. પરવાનગીને આવકારીને પ્રમુખ છાંગાએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ પશુપાલન મંત્રી બાબુ બોખીરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

પાંચ વર્ષમાં તમામ પશુ દવાખાના બની શકે ‌!

પશુપાલનવિભાગસાથે સંકળાયેલા રાજ્ય સરકારની યોજનામાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. હાલમાં 35 પશુદવાખાના છે અને મહેસૂલી ગામોની ગણતરી કરીઅે, તો 890 ગામની સરેરાશ મુજબ 89 પશુ દવાખાના બનાવવાના થાય છે. 89માંથી 35 હોવાના કારણે બાકીના 54 પશુ દવાખાના બનશે. યોજના મુજબ દર વર્ષે 10થી 12 દવાખાના જિલ્લામાં સ્થાપવામાં આવે, તો પાંચ વર્ષે 54 પશુ દવાખાનાનું નિર્માણ થઇ શકે.