કચ્છમાં આજે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં આજે

ભુજ : તાલુકાના તલાટીઓની બેઠક

તા.28/5નાબપોરે 12 કલાકે તલાટી-સહમંત્રીઓની બેઠક તાલુકા પંચાયત કચેરી ભુજ ખાતે મળશે, જેમાં છેલ્લા પાંચ વર્ષમાં સરકારી યોજનાકીય, વ્યક્તિગત લાભો, વિકાસ કામોની ચર્ચા કરવામાં આવશે.

સમસ્તકચ્છ જિલ્લા બ્રહ્મસમાજની મીટિંગ

તા.31/5નાસવારે11 કલાકે સમસ્ત કચ્છ જિલ્લા બ્રહ્મસમાજની મીટિંગ શિવકૃપાનગર, બ્રહ્મસમાજ છાત્રાલય, ભુજ ખાતે જયપ્રકાશભાઇ ગોરના અધ્યક્ષસ્થાને યોજાશે.

સત્યનારાયણભગવાનની સામૂહિક કથા

તા.29/5નાસવારે9 કલાકે સત્યનારાયણ મંદિરે, ભગવાનની સામૂહિક કથાનું આયોજન કરાયું છે.

યસમાધ્યમિક શાળા યોજનાના લાભ અંગે

ધોરણ-9માંપ્રવેશમેળવનારા બક્ષીપંચની સામાજિક શૈ.પછાત, આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને સાધના યોજનાનો લાભ લેવાનો હોઇ વાલીના આવકના દાખલા સાથે ત્રણ દિવસમાં શાળાનો સંપર્ક કરવો.

નિ:શુલ્કશૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર

ધોરણ-10,12અને ગ્રેજ્યુએટ હોય તેવા વિદ્યાર્થીઓ માટે નિષ્ણાતો દ્વારા નિ:શુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું છે. વધુ માહિતી માટે (02832)232308/09/14નો સંપર્ક કરવો.

રોટરીક્લબ ઓફ ફ્લેમિંગોની બેઠક

તા.28/5નારાત્રે8:30 કલાકે રોટરી હોલ, વિજયનગર, ખાતે ક્લબની બેઠક રાખવામાં આવી છે.

ગાંધીધામ: દાદા ભગવાનનો સત્સંગ

તા.28/5નાસાંજે5:30થી 7 દરમિયાન સિદ્ધિ વિનાયક કોમ્પલેક્સ, આદિપુર-ગાંધીધામ-અંજાર, સર્કલ, ટાગોર રોડ, રિલાયંસ પેટ્રોલ પમ્પ પાસે તથા એજ દિવસે સાંજે 5:30થી 7 દરમિયાન ગોવિંદ ચેમ્બર, બસ સ્ટેન્ડ પાસે, લોહાણા સમાજવાડી સામે, માધાપર ખાતે.

નખત્રાણા:મ.ભો.યો.કેન્દ્રમાંનિમણુક અંગે

તા.27/5થી3/6સુધી નખત્રાણા તાલુકાની સરકારી પ્રા. શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકોની હંગામી ધોરણે નિમણુક કરવાની હોઇ મામલતદાર કચેરી, નખત્રાણા મુકામે અરજી કરવી.

માધાપર:દશનામ ગોસ્વામિ મહિલા મંડળ

મહિલામંડળદ્વારા ભીમ અગિયારસ નિમિત્તે ભજન (સત્સંગ) તા.29/5ના સાંજે 4થી 6 દરમિયાન ગોસ્વામિ સાવિત્રીબેન બલરામગિરિના નિવાસસ્થાન, જોષી પેટ્રોલ પમ્પ સામે, દબાસિયા એન્જિનિયરિંગન પાછળ, નવાવાસ-માધાપર ખાતે.

ઉગેડીમાંરામદેવપીરનું આખ્યાન

રામામંડળ-દેવપર(યક્ષ) દ્વારા રામદેવપીર મંદિરના લાભાર્થે તા.28/5ના રાત્રે 8 કલાકે રામદેવપીરનું જીવન ચરિત્ર પર આખ્યાન, ચામુંડા મંદિર પાસે, ઉગેડી ખાતે.

લાખાપર:રોકડિયા હનુમાન મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તા.28/5નારોકડિયાહનુમાન મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ભજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...