• Gujarati News
  • ભુજમાં વીજ વપરાશ તેમજ નિયંત્રણ અંગે યોજાયો સેમિનાર

ભુજમાં વીજ વપરાશ તેમજ નિયંત્રણ અંગે યોજાયો સેમિનાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંવીજ વપરાશ તેમજ વીજ નિયંત્રણ અંગે ફોકીઆ-ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન અને દૃષ્ટિ પાવર કન્સલ્ટન્ટ વડોદરાના સંયુક્ત ઉપક્રમે મંગળવારે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોલ, માઇનિંગ, ગેસબેઝ્ડ પ્લાન્ટ વિભાગમાં ફરજ બજાવી ચૂકેેલા પી.આર. મહેતા દ્વારા આઝાદી પૂર્વે અને પછી પાવરની સ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. દૃષ્ટિ પાવર કન્સલ્ટન્ટના જી.આર. દરજીએ વીજ વિતરણ કંપનીઓની સમસ્યાઓના નિવારણ તથા ડ્યૂટી પર ચર્ચા કરી હતી. ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ લિ. તથા પીટીસી ઈન્ડિયા લિ. દ્વારા ઓપન માર્કેટમાંથી પાવર ખરીદી અને તેની ગ્રાહકો પર અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી.

દૃષ્ટિ કન્સલ્ટન્ટના કે.કે.ભાટિયા દ્વારા ઓપન એક્સેસ તથા તેના નિયમ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાવરના વકીલ આર.એન. પૂરોહિતે ઓપન એક્સેસ, યુટિલિટી તથા રેગ્યુલેટરી મેટર્સ પર માહિતી આપી હતી. સેમિનારના પ્રારંભમાં નિમિષ ફડકે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સંચાલન હીરલ શાહ, રાધિકા ઠક્કર, પ્રદીપસિંહ જાડેજા તથા ભરત બારોટે કર્યું હતું.જ્યારે ફોકીઆ વતી આર.કે. ગુપ્તાએ આભારવિધિ કરી હતી.