• Gujarati News
  • ભુજના વિજયનગર જિનાલયનો ત્રિહાન્હિકા મહોત્સવ ઉજવાયો

ભુજના વિજયનગર જિનાલયનો ત્રિહાન્હિકા મહોત્સવ ઉજવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજક.વિ.ઓ. જૈન સંચાલિત વિજયનગરમાં મુનિસુવ્રતસ્વામી જિનાલય અને નવનીતનગર-કોવઇનગર મધ્યે આવેલા ભગવાન મુનિસુવ્રતસ્વામી, જિનાલયની નવમો ધ્વજારોહણ ત્રિહાન્હિકા મહોત્સવ અચલગચ્છાધિપતિ, આચાર્ય ભગવંત ગુણોદયસાગરસૂરિશ્વરજી મ.સા., આદિઠાણા તથા સાહિત્ય દિવાકર આચાર્ય ભગવંત કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તી કંચનસાગર મ.સાની નિશ્રામાં યોજાઇ ગયો.

ત્રિહાન્હિકા મહોત્સવના પ્રથમ દિવસે વિજયનગર જિનાલય મધ્યે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો અને ધ્વજારોહણનો લાભ માનબાઇ પદમતી વિકમશી પરિવારે લીધો હતો અને પ્રસંગે પ્રભાવનાનો લાભ માતુશ્રી સાકરબેન કેશવજી મોતા પરિવારે લીધો હતો. જ્યારે મહોત્સવના દ્વિતીય દિવસે પાર્શ્વ પદમાવતી મહાપૂજન રાખવામાં આવ્યું હતું. જેનો લાભ લક્ષ્મીબેન જગશી છેડા પરિવાર, જ્યોતિબેન ગિરીશભાઇ છેડા પરિવારે લીધો હતો તેમજ પ્રભાવના અને સ્વામી વાત્સલ્યનો લાભ પણ પરિવારે લીધો હતો. ત્રીજા દિવસે નવનીતનગર-કોવઇનગર જિનાલય મધ્યે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધ્વજારોહણનો લાભ નવનીતનગરના રહેવાસીઓએ લીધો હતો અને પ્રભાવનાનો લાભ ઉર્મિલાબેન મોહનલાલ પાસડ પરિવારે લીધો હતો, જ્યારે સ્વામી વાત્સલ્યનો લાભ નવનીતનગર-કોવઇનગરના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.