• Gujarati News
  • ભુજના નવા સીમાંકનમાં કોંગ્રેસના ગઢનો છેદ ઉડ્યો

ભુજના નવા સીમાંકનમાં કોંગ્રેસના ગઢનો છેદ ઉડ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપે રચી છે સાજિશ : વિપક્ષ

અાવનારીસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કચ્છની ચાર પાલિકાના નવા સીમાંકન અંતર્ગત મંગળવારે ભુજ શહેરના જાહેર કરાયેલા સીમાંકને ચર્ચા ચગાવી છે. અગાઉના 14 વોર્ડમાંથી હવે 12 હજારની સરેરાશ વસતી દીઠ 11 વોર્ડ કરાયા છે, ત્યારે તેમાં કોંગ્રેસનું પત્તું નીકળી જાય તેવી સ્થિતિ ઊભી છે. જેના પગલે વિપક્ષમાં ભારે રોષ ફેલાયો છે. મતમાં કોંગ્રેસનું ઘર મનાતા ભુજ પાલિકાના મહત્ત્વના 4 વોર્ડને વિખેરીને તેના તમામ વિસ્તારોમાં અલગ-અલગ વોર્ડમાં સમાવી લેવાતાં આગામી ચૂંટણીમાં વિપક્ષને ભારે નુકસાન જાય અથવા હાર ખમવી પડે તેવી સ્થિતિ હાલના જાહેર કરાયેલા સીમાંકનને જોતાં લાગી રહી છે.

રાજકીય વિશ્લેષકોના જણાવ્યા મુજબ ભુજના ત્રીજી વાર બનેલા અને આખરે પ્રાથમિક તબક્કે જાહેર થયેલા સીમાંકનમાં ભારે રાજરમત રમાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. શહેરના જુના જે 14 વોર્ડ હતા, તેમાં 7 વોર્ડમાંથી કોંગ્રેસના 16 કાઉન્સિલર ચૂંટાઇ આવ્યા હતા, જેમાં 4 વોર્ડ પૈકી 1, 3, 7, 3 એવા હતા, જ્યાં એક પણ ભાજપનો કાઉન્સિલર જીત્યો હતો, જ્યારે બાકીના 3 વોર્ડમાં 2, 4, 9માં ત્રણ સીટમાંથી એક અથવા બે સીટ પર વિજય મેળવ્યો હતો. 9 વોર્ડમાં 5 વોર્ડ એવા હતા, જ્યાં લઘુમતી સમુદાયના બ્લોક આવતા હતા તેથી વર્ષોથી અહીં કોંગ્રેસનો દબોદબો હતો, પરંતુ હાલે જે સીમાંકન જાહેર થયું છે, તે જોતાં વિપક્ષની તરફેણના મતદારોના તમામ સમીકરણો વિખેરાઇ જાશે.

હાલે જે મુજબ સીમાંકન થયું છે, તે જોતાં વોર્ડ 1ને બાદ કરતાં વિપક્ષના તેના કબજાના વોર્ડ 2, 3, 7, 4, 9માંથી ખો નીકળી જાય તેવું લાગી રહ્યું છે, જે વોર્ડ 11 હતો તે તો હવે રહ્યો નથી જ્યાં તમામ સીટ પર કોંગ્રેસ ચૂંટાઇ આવી હતી. વોર્ડના વિસ્તારો કાઢીને કેટલાક નવા વોર્ડ 10 તથા વોર્ડ 9માં સામેલ કરી દેવાતાં વિપક્ષના મતદારો વિખેરાઇ ગયા છે.

નવાં સીમાંકનમુદ્દે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ભાજપે પોતાની મરજી મુજબનું સીમાંકન તૈયાર કરાવ્યું છે. જે રીતે નવા વોર્ડની રચના થઇ છે, તે જોતાં સ્પષ્ટ જણાઇ આવે છે. કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારોને ટાર્ગેટ કરાયા છે. અમારી જીતને કાપવા માટે વિસ્તારો વિખેરી નાખવામાં આવ્યા છે. મુદ્દે અમારા દ્વારા ચોક્કસ વાંધા રજૂ કરાશે અને અમે ભાજપને કહીએ છીએ કે, ભલે મારા વિસ્તારને ચાર દિશામાં વિખેરીને જાણે પોખણા કરાતા હોય તેમ કરાયું છે. અા પોખણા બાદ અમારું મનોબળ ઉલટું વધ્યું છે. ભુજના તમામ મતદારો અમારા છે, તેથી સીમાંકન ગમે તે કરો, અમને ફરક નહીં પડે. અમે ગમે ત્યાંથી લડી બતાવશું.

વિશ્લેષણ|જો નગરપાલિકાનું સીમાંકન આખરી રહ્યું તો વિરોધ પક્ષનું પત્તું કપાઇ જાય તેવી ભીતિ

પ્રમુખનો વોર્ડ એમ રખાયો

નગરપતિહેમલતાગોર તથા સત્તાપક્ષના નેતા બાપાલાલ જાડેજાના વોર્ડ 12ને નવા વોર્ડ બન્યા છતાં કોઇ અસર નથી વિપક્ષી નેતા જાડેજાએ જણાવ્યું હતું કે, બેન્કર્સ કોલોની, નિર્મલસિંહની વાડી, ભાનુશાલીનગર, રેવન્યૂ કોલોની વગેરે વોર્ડમાં રખાયા છે, જ્યારે તેઓને નડતરરૂપ લોટસ પાછળનો વિસ્તાર વોર્ડ 10માં નાખી દેવાયો છે. સામે મારા વોર્ડના જાદવજીનગર, દ્વિધામેશ્વર કોલોની, સરકારી વસાહત લઇ લેવાયા છે.

ચીફ ઓફિસરે ભાજપનું હિત સાધ્યું છે

ભુજનુંસીમાંકનત્રીજીવાર તૈયાર થયું છે. પ્રથમવાર ક્લાર્કે તૈયાર કર્યું હતું, જે માન્ય ગણીને કેન્સલ કરાયું, ત્યારબાદ ભાજપની સામે પડેલા ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા તૈયાર કરાયું હતું, પરંતુ તેને રજૂ કરવા દઇને તેઓને અહીંથી ભાજપ દ્વારા ઉચ્ચકક્ષાએથી દબાણ લાવીને બદલાવાયા હતા, જેથી સત્તાપક્ષ પોતાની મરજીનું સીમાંકન તૈયાર કરાવી શકે. માટે કહ્યાગરા રાપરના સીઓ મેહૂલ જોધપુરાને ભુજમાં ખાસ મુકાયા તેવું વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહે ઉમેર્યું હતું. ત્રીજીવાર બનેલા સીમાંકનમાં જોધપુરાએ ભાજપની મરજી મુજબનું સીમાંકન બનાવીને આપ્યું છે.

રાષ્ટ્રીય અનુસૂચિતઆયોગના સબ કમિટી મેમ્બર અને કોંગ્રેસના પ્રદેશ ડેલીગેટ ધર્મેન્દ્ર ગોહિલે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નવા સીમાંકનમાં જે 3 સીટ આવેલી છે, તે વોર્ડમાં મતદારોની સંખ્યા ઓછા મતદારવાળા વોર્ડની ગણતરીમાં 20થી 30 ટકા જેટલું મતદાન વધારે ફાળવવામાં આવેલું છે. વોર્ડ 4માં 10867 મતદાર છે, તેને બેઝિક માની વોર્ડ નં. 2, 3 અને 8 જ. અનામત સીટ છે તેના મતોની ફાળવણી જોતા અનુક્રમે 13173, 13367, 13878 છે, જે ત્રણેય વોર્ડ અન્ય તમામ વોર્ડ કરતાં વધારે મતદારો ધરાવે છે. આમ ટકાવારી ગણાય, તો 22 ટકા, 24 ટકા, 28 ટકા મતો વધારે થાય છે. આમ વોર્ડ 2માં 2408 મત વધારે, વોર્ડ 3માં 2599 તથા વોર્ડમાં 3110 મત વધારે છે.

અનુસૂચિત જાતિને અન્યાય : ગોહિલ

પરિસ્થિતિ|તકોંગ્રેસના વોર્ડની થયેલી સ્થિતિ

વોર્ડ- 1: કાસમ સમા, મેમુના ખત્રી, હમીદ ભટ્ટી

હાલેવોર્ડ-1નીસ્થિતિ મુજબ 12 હજારની વસતી સરભર કરવા મોટો ફેરફાર નથી કરાયો, અહીં જૂના વોર્ડ 2ના ત્રણ વિસ્તારો આશાપુરાનગર, કોલીવાસ, રાહુલનગર, પોલીસ લાઇન ઉમેરાયા છે. કોઇ વિસ્તાર કાઢવામાં આવ્યા નથી, તેથી સદભાગ્યે અા એક વોર્ડ એવો છે, જ્યાં કોંગ્રેસને હાલાકી નહીં પડે, જૂના તમામ વોટરો જળવાઇ રહ્યા છે.

વોર્ડ-2 : નરેન્દ્ર ભીલ

વોર્ડનીનવી રચનામાં જૂના વોર્ડ 3 તથા વોર્ડ 7 કે વિપક્ષના વોર્ડ હતા, તેના વિસ્તારો ઉપાડીને અહીં સામેલ કરાયા છે, તેથી વોર્ડનું જૂનું માળખું વિખેરાઇ જતાં જે એક સીટ મળી છે, તે પણ હાથમાંથી જઇ શકે છે.

વોર્ડ-3: ફકીરમાંમદ કુંભાર, મુસ્તાક હિંગોરજા, કુલસુમ સમા

વિપક્ષનોએવોબીજો વોર્ડ છે, જ્યાં તમામ સીટ પર વિજય મળ્યો છે. વોર્ડ આખો વિખેરાઇ ગયો છે. વોર્ડનો કેટલાક વિસ્તાર વોર્ડ-2માં લઇ જવાયો છે, તો વોર્ડ 14 છેક ઉપાડીને વોર્ડમાં સામેલ કરાયો છે. આમ જૂના વોર્ડ કાઢી નખાયા છે, તેથી અહીં પણ વિપક્ષને જીત મેળવવા હવે સંઘર્ષ કરવો પડશે.

વોર્ડ-7: ગની કુંભાર, ફાતીમા સમા, માલશી માતંગ

નવાસીમાંકનમાંવોર્ડના સંપૂર્ણ ટુકડા કરી દેવાયા છે, તેથી તમામ સીટ જીતનારા વિપક્ષને સંકટ ઊભું થશે. અા વોર્ડ મુખ્યત્વે લઘુમતી સમુદાય તથા અનુસૂચિત જાતિ વસતી ધરાવતો હતો, પરંતુ હાલે તેનો કેટલાક વિસ્તાર વોર્ડ 3માં અને બાકીનો વોર્ડ 4માં સામેલ કરી દેવાતાં વોર્ડનું મૂળભૂત અસ્તિત્વ રહ્યું નથી.

વોર્ડ-4: ચેતન શાહ

રવિટોકિઝ,ભાવેશ્વરનગર, જનતા ઘર, એકમ ભૂવન, વોકળા ફળિયા વગેરે વિસ્તારો ધરાવતા જૂના વોર્ડ-4ના ટુકડા કરી દેવાયા છે. વિપક્ષના મતદારોવાળો વિસ્તાર અહીં વિખેરાઇ ગયો છે. વોર્ડ-5માં વિસ્તારો સામેલ થયા છે, તો જૂના વોર્ડ-10 અને વોર્ડ-11ના બ્લોક આમાં સામેલ કરાયા છે, જેથી એક સીટ જે મળી હતી, તેના પર ખતરો જરૂર ઊભો થયો છે.

વોર્ડ-11: યાકુબ ખત્રી, મહેન્દ્ર ઠક્કર, ઇન્દુ ઠક્કર

ચોથોએવો વોર્ડ છે, જ્યાં કોંગ્રેસનું તમામ સીટ પર પ્રભુત્વ છે, પણ નવા સીમાંકનમાં ચાલ્યું જાય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અહીંના મહત્ત્વપૂર્ણ વિસ્તારો કે જ્યાંથી વિપક્ષને મતો મળ્યા છે, તે કાઢીને વોર્ડ 10માં તથા વોર્ડ 9માં સામેલ કરી દેવાય છે, તેથી વોર્ડ હવે વોર્ડ 10માં કન્વર્ટ થઇ ગયો છે, જેમાં નવા વિસ્તારો સામેલ થયા છે. વોર્ડ 14ના પણ અહીં મેળવાયા છે. આમ તમામ મતદારો અલગ-અલગ અહીં જીતનું સમીકરણ પણ બદલાઇ જશે.

વોર્ડ-9: રાજેન્દ્રસિંહ જાડેજા, કાજલ ઠક્કર

વિપક્ષીનેતાનાગઢ સમાન વોર્ડનું અસ્તિત્વ નાબૂદ કરી દેવાયું છે. આગામી ચૂંટણીમાં હવે જાડેજાને ક્યાંથી ઊભા રહેવું તે માટે ફરી વિચારણા કરવી પડે, તેવી સ્થિતિ નવા સીમાંકનમાં ઊભી કરાઇ છે. વિશ્લેષકો મુજબ મુખ્યત્વે સર્વણોની વસતી ધરાવતા વોર્ડમાં સામેલ મહત્ત્વના વિસ્તારોના ભાગલા કરીને ચાર અલગ-અલગ વોર્ડમાં મૂકી દેવાયા છે. આમ તમામ મતદારો ચારે દિશામાં વહેંચીને વિપક્ષી નેતાના ગઢના કાંગરા કાઢી લેવાયા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

વોર્ડ 13, 5માંથી અલગ થઇ બન્યા વોર્ડ

હવે 11વોર્ડ બન્યા હોવાથી તેમાં ઉમેરો તેમજ બાદબાકી વિસ્તારોની કરાઇ છે, જેમાં વોર્ડ 13માંથી વોર્ડ 8 તથા વોર્ડ 11માં વિસ્તારો મુકાયા છે, તો બીજીતરફ વોર્ડ 5માંંથી પણ મહત્ત્વના વિસ્તારો લઇને વોર્ડ 8 તથા વોર્ડ 7માં મુકાયા છે.