તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગુજરાત કરાટે ચેમ્પિ.માં કચ્છના ફાળે ચાર મેડલ

ગુજરાત કરાટે ચેમ્પિ.માં કચ્છના ફાળે ચાર મેડલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના 61 ખેલાડીઓએ પસંદગી સમિતિમાં જોડાયા

ગાંધીધામ | કરાટેએસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા તા.13 અને 14 જાન્યુઆરીના સિનિયર નેશનલની નેતાજી સુભાષ ઇન્ડોર સ્ટેડીયમ કલકત્તા વેસ્ટ બેંગાળ ખાતે યોજાનારી સિનિયર નેશનલ કરાટે ચેમ્પીયનશીપ માટેનું ગુજરાત રાજ્યનું સિનિયર કેટેગરીની સિલેકશન યોજવામાં આવ્યું હતું. દરમિયાન કચ્છના ત્રણ ખેલાડીએ પસંદગી પામી ભાગ લઇને ચાર મેડલ મેળવ્યા હતા.

ગુજરાત રાજ્યનું સિનિયર કેટેગરીનું સિલેકશન 26 નવેમ્બરના કરાટે-ડો ફેડરેશન ગુજરાત નડીયાદ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી 61 સિનિયર ખેલાડીઓએ ભાગ લીધો હતો. એસોસિએશન ઓફ કચ્છ-ભુજના પ્રેસિડેન્ટ પિયુષ શ્રીવાસ્તવ, મંત્રી અંકીત દુબડીયા, વિનોદ પટેલ, ડોંગાગીરી દ્વારા કચ્છના ત્રણ સિનિયર ખેલાડીઓએ પસંદગી પામી ગુજરાત કરાટે ચેમ્પીયનશીપમાં ભાગ લીધો હતો. જેમાં વિક્રમ સિંઘાનીયા (કાંતા ગોલ્ડ, કુમિતેમાં સિલ્વર), મહેક જોશી (કાંતા બોન્ઝ), નરીન લાલવાણી (કુમિતેમાં બોન્ઝ) મેડલ મેળવ્યા હતા.

સિનિયર કેટેગરીના સિલેકશનમાં ઝળક્યા

Sports

અન્ય સમાચારો પણ છે...