તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છ યુનિ.ની બીજા તબક્કાની પરીક્ષામાં 46 કોપીકેસ થયા

કચ્છ યુનિ.ની બીજા તબક્કાની પરીક્ષામાં 46 કોપીકેસ થયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાંજસંપન્ન થયેલી કચ્છ યુનિર્વસીટીની બીજા તબકકાની પરીક્ષામાં 46 છાત્રો કોપી કરતા પકડાયા છે. અત્યાર સુધી સંપન્ન થયેલા પરીક્ષાના 2 તબકકામાં કોપી કરતા પકડાયેલા છાત્રોનો આંક 62 પર પહોંચ્યો છે.

કચ્છ યુનિના પરીક્ષા નિયામક તેજલ શેઠે આપેલી વિગત અનુસાર પ્રથમ તબકકાની પરીક્ષામાં 16 કોપીકેસ નોંધાયા બાદ બીજા તબકકામાં 46 છાત્રોને કોપી કરતા પકડી પડાયા છે. પરીક્ષા દરમ્યાન ગેરરીતી અટકાવવા માટે ફલાઇંગ સ્કવોર્ડના મોનીટરીંગની સાથે ઓબઝર્વર, સુપરવાઈઝર અને કેન્દ્ર સંચાલકે સંયુકત રીતે કોપી કેસ નોંધ્યા છે.

હવે કોપી કરતા પકડાયેલા છાત્રોને લેખીત અથવા તો સત્ય શોધન કમિટી સમક્ષ રૂબરુમાં ખુલાસા માટે બોલાવાશે. ખુલાસા દરમ્યાન કોપીકેસના ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ અલગ અલગ કેટેગરીમાં સજા સંભળાવાશે તેવું પરીક્ષા નિયામકે જણાવ્યું હતું.

જુદા જુદા તબકકામાં 62 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા

અન્ય સમાચારો પણ છે...