તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મૂળ બિદડાના પ્રગતિશીલ ખેડૂતનું મધમાખી કરડતાં મોત

મૂળ બિદડાના પ્રગતિશીલ ખેડૂતનું મધમાખી કરડતાં મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકમાખાતે આધુનિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતનું મધમાખી કરડતાં કરૂણ મોત નીપજ્યું છે. સદ્દગત પ્રગતિશીલ કૃષિકાર હોવાની સાથે-સાથે લોહાણા મહાજનના અગ્રણી હોવાથી સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે.

બિદડાવાળા તરીકે ઓળખાતા જેઠાલાલ ચંદે કુકમા પાસેની વાડીએ ગયા હતા તે સમયે તેમને મધમાખી કરડતાં તેઓ બેભાન થઇ ગયા હતા. તેમની સાથેના સહાયકે પાસેની વાડીમાં કામ કરી રહેલા તેમના પુત્રને બોલાવતાં તેમણે જેઠાલાલભાઇને સારવાર અર્થે ભુજ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, પણ કમનસીબે રસ્તામાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

દેશભરના ખેડુતો બાગાયતી ખેતી અંગે માર્ગદર્શન મેળવતા

જેઠાલાલમોરારજી ચંદે (ઉ.વ. 60)એ નાની ઉંમરથી એમના પિતાની સાથે ખેતીકામની શરૂઆત કરી હતી અને બાગાયતી ફળફળાદિ-શાકભાજીની હાથલારી કાઢી વેચાણ કરતા. તેમણે દક્ષિણ ગુજરાતમાંથી કેળાં મગાવી બિદડામાં પ્રોસેસ કરી જિલ્લાભરમાં વેચાણ પણ કર્યું હતું. ખેતીના આધુનિક સ્વરૂપને તેમણે 1992માં અપનાવીને 4 ભાઇઓ સાથે મળીને આશાપુરા એગ્રીકલ્ચર ગ્રૂપ સ્થાપી કુકમા પાસે 800 એકરમાં બાગાયતી ખેતી શરૂ કરી. બાગાયતી ખેતીમાં અનેક પ્રયોગો થકી તેમણે રાજ્ય અને રાષ્ટ્રિય સ્તરે અનેક એવોર્ડ મેળવ્યા હતા. તેમની પાસેથી દેશભરમાંથી આવતા ખેડૂતો આધુનિક બાગાયતી ખેતી અંગે માર્ગદર્શન મેળવતા. તેમની વાડીની સરકારના મંત્રીઓથી માંડી સાઉદી અરબ, દુબઇ અને ઇઝરાયલના મંત્રીઓ-અધિકારીઓએ મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી. કચ્છમાં ઉત્પાદિત બાગાયતી ફળો તેઓ દેશના વિવિધ રાજ્યોમાં નિકાસ કરતા. તેમણે 600થી વધુ ખેડૂત પરિવારોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં સાંકળીને આર્થિક સદ્ધરતામાં સહભાગી બનાવ્યા હતા. તેમણે બિદડામાં લોહાણા મહાજન વાડી, દરિયાલાલ અને જલારામબાપાનું મંદિર બંધાવી આપ્યું હતું. હાલમાં તેઓ ભુજ લોહાણા મહાજનના આમંત્રિત કારોબારી સદસ્ય તરીકે સેવા આપતા હતા. સદ્દગતને ભુજ લોહાણા મહાજનના પ્રમુખ કિરણ ગણાત્રા, શંકર સચદે, વસંત કોડરાણી, શશીકાંતભાઇ, ડો. મુકેશ ચંદે, ડો. જીગર સાલ્વી, ડો. હડિયા, ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાય, ડો. રશ્મિ શાહ, નવિન આઇયા, અવનિશ ઠક્કર સહિતના અગ્રણીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં છે.

બાગાયતી ખેતીમાં પ્રયોગો કરી અનેક એવોર્ડ મેળવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...