તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખારી નદી સ્મશાનમાં લાકડા હતા, મૃતદેહ દોઢ કલાક રઝળ્યો

ખારી નદી સ્મશાનમાં લાકડા હતા, મૃતદેહ દોઢ કલાક રઝળ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંખારી નદી ખાતેના નગરપાલિકા દ્વારા નિર્મિત સ્મશાનગૃહમાં હાલમાં લાકડા રાખવામાં આવતા હોવાથી મૃતદેહ રઝળી પડે છે. આજે સવારે એક સદગૃહસ્થનું નિધન થયા પછી પરિવારજનો તેમના મૃતદેહને લઇને ખારી નદી ખાતેના સ્મશાનગૃહે પહોંચ્યા હતાં. જોકે, ત્યાં લાકડા હતા અને તેને લીધે મૃતદેહને પણ અગ્નિદાહ માટે રાહ જોવી પડી હતી અને ડાઘુઓને પણ વાટ જોઈને બેસવું પડ્યું હતું.

ભુજના સાર્વજનિક સ્મશાનગૃહ એવા ખારી નદીના કાંઠે આવેલા સ્મશાનઘાટનું નિર્માણ નગરપાલિકા દ્વારા ભૂકંપ પૂર્વે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જાણે કોઇ ધ્યાન રાખવા વાળું હોય એમ તેની દુર્દશા થતી જાય છે. હાલે સ્મશાનઘાટમાંથી પણ કાંગરા ખરવા લાગ્યા છે. અલબત, મોટા ભાગના લોકો પોતાના સ્વજનોને અહીં વિદાય આપવાનું પસંદ કરે છે.

ભુજમાં આજે એક સદગૃહસ્થનું અવસાન થતા પરિવારજનો તથા શુભચિંતકો ભારે હૈયે તેમને વિદાય આપવા માટે ખારી નદી પહોંચ્યા હતાં. ત્યાં તેમને ખબર પડી કે, અહીં અગ્નિદાહ માટે જરૂરી એવા લાકડાનો સ્ટોક નથી. એટલે મૃતદેહને પણ થોડોક સમય વિરામ આપવાનું નક્કી થયું અને ડાઘુઓ અન્યત્ર લાકડા લેવા ગયાં. પ્રક્રિયામાં દોઢ કલાક જેટલો સમય વ્યતીત થઇ ગયો. જો વર્ષો જુની પરંપરા મુજબ ખારી નદીમાં લાકડાઓનો સ્ટોક હોત તો મૃતદેહને રઝળવું પડ્યું હોત.

કેમ આવું થાય છે

માહિતગારસૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં લાકડાના ભાવ ખૂબ વધી ગયા છે. જે વ્યવસ્થાપક મંડળ દ્વારા લાકડાનો સ્ટોક રાખવામાં આવતો રહ્યો છે તેમના દ્વારા ધ્યાન અપાતું નથી. તેને લીધે આવી સ્થિતિ સર્જાય છે.

અગ્નિદાહ આપતા પૂર્વે મૃતદેહને બિનજરૂરી વિરામ આપવો પડે છે

અન્ય સમાચારો પણ છે...