તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સરલીના યુવાનના ખૂન કેસમાં 5 આરોપીની જામીન અરજી રદ

સરલીના યુવાનના ખૂન કેસમાં 5 આરોપીની જામીન અરજી રદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના સરલી ગામના યુવાને ગત 18 સપ્ટેમ્બરના નાગોર રોડ પર ધોકાથી માર મારી મોતને ઘાટ ઉતારી દેવાના ચકચારી કેસમાં પકડાયેલા નવ આરોપીઓ પૈકી 5 આરોપીની બુધવારે અદાલતે જામીન અરજી નામંજુર કરતો ચુકાદો આપ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત 18 સપ્ટેમ્બરની રાત્રે મુસ્લીમ સમાજની સ્ત્રીઓ વિરૂધ અભદ્રભાષાનું ઉચારણ કરતા વિડીયો વાયરલના પ્રકરણમાં સરલી ગામના રવજી ખમુ કોલીનું અપહરણ કરી ઢોર કાર મારીને મોતને ઘાટ ઉતારી નાખવાના કેસમાં પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, પકડાયેલા હનીફ ઉર્ફે હનીયો સુલેમાન કકલ, મુજાહીદ અલીમામદ હિંગોરજા, ઇમરાન ઉર્ફે ઇલા ઇબ્રાહિમ બાફણ, અબ્દુલ જુમા નોતિયાર, મજીદ અભુબકર ચાકી સહિતના પાંચ આરોપીઓએ ગત 27 સપ્ટેમ્બરના નીચેની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા તેજ દિવસે જામીન માટે કરેલી અરજી નામંજુર થયા બાદ પકડાયેલા આરોપીઓ પૈકી પાંચ શખ્સોએ બુધવારે ભુજની કોર્ટમાં જામીન પર મુક્ત થવા અરજી કરતાં ભુજના પાંચમાં અધિક સેસન્સ જજ જી એલ ચુડાસમાની કોર્ટમાં કેસ ચાલી અદાલતે આરોપીઓની જામીન અરજી રદ કરતો ચુકાદો આપ્યો હતો, જેમા સરકાર તરફે અધિક જિલ્લા સરકારી અધિકારી વકિલ સુરેશભાઇ મહેશ્વરીએ હાજર રહી દલીલો કરી હતી.

મુસ્લિમ સમાજની લાગણી દુભાવતા કરાઇ હતી હત્યા

હત્યા કરી અકસ્માતને મોતમાં ખપાવવાના કેસમાં 9 આરોપીની કરાઇ હતી ધરપકડ

અન્ય સમાચારો પણ છે...