• Gujarati News
  • National
  • ભુજની સંસ્થા દ્વારા વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઇ

ભુજની સંસ્થા દ્વારા વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજની સંસ્થા દ્વારા વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઇ

ભુજ: 3ડિસેમ્બરના વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભુજની લોક સેવા સાર્વજનીક ટ્રસ્ટ દ્વારા ભુજમાં દિવ્યાંગો સાથે વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા દસ વર્ષથી દિવ્યાંગો માટે કાર્ય કરી રહેલી સંસ્થા દિવ્યાંગોને સાધન સહાય, ઉપકરણો, રોજગારી-સ્વરોજગારી, શૈક્ષણિક અને આરોગ્ય લક્ષી મદદ કરે છે અને કાનુની માર્ગદર્શન પણ પુરુ પાડે છે. છેલ્લા દસ વર્ષમાં 20 હજાર જેટલા દિવ્યાંગોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગી થયેલ છે. વિશ્વ વિકલાંગ દિને યોજાયેલા કાર્યક્રમમાં દિવ્યાંગોને રેલવે મુસાફરી માટેના પાસ, ટ્રાઇસિકલ, વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી. પ્રસંગે સંસ્થાના હેમેન્દ્ર જણસારી, હર્ષાાબેન સુથાર, રીન્કુ જણસારી, કલ્પેશ રાણુવા, એકતા પરમાર, ચંદ્રીકાબેન પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...