• Gujarati News
  • National
  • લાયોનેશ ક્લબ દ્વારા જુદા જુદા સેવાકીય કાર્યક્રમ યોજાયા

લાયોનેશ ક્લબ દ્વારા જુદા જુદા સેવાકીય કાર્યક્રમ યોજાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાયોનેશ ક્લબ દ્વારા જુદા જુદા સેવાકીય કાર્યક્રમ યોજાયા

ભુજ: લાયોનેશક્લબ દ્વારા શુક્રવારે પીસીવી મહેતા સ્કૂલ,(ચાણક્ય) મધ્યે વૃક્ષારોપણ, બ્લડ ગ્રુપિંગ,ગાયનેકોલોજીસ્ટ, એન ટી સર્જન, ડર્મેટોલોજીસ્ટ, જનરલ ફીઝિસીઅન તથા ફેમિલી ફીઝિસીયન,દાંતના તથા આંખના ડોકટરો દ્વારા તપાસણી તથા સારવાર સહિત અનેક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શરૂઆતમા લાયોનેશ ક્લબ ના સભ્યો તથા ડોક્ટરો દ્વારા પીસીવી મહેતા સ્કૂલના પ્રાંગણમા વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ. દિપ પ્રાગટ્ય તથા પ્રાર્થના બાદ લાયોનેશ પ્રેસિડેન્ટ રક્ષા ગણાત્રા સર્વે ડોકટરો,શિક્ષક ગણ તથા વિદ્યાર્થી�ઓનુ સ્વાગત કર્યો હતો.તેમણે વિદ્યાર્થી�ઓને તંદુરસ્તી જળવાઈ રહે તે માટે સમયસર ,ડોક્ટરોની સલાહ મુજબ રોગપ્રતિકારક રસી મુકાવી લેવાની સલાહ આપી હતી.સ્કૂલના આચાર્ય ચેતનભાઈ બારમેડા પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. ભુજના સિનીયર તબીબ ડો. પી એન આચાર્ય સાહેબે તેમના પ્રાસંગિક પ્રવચનમા બાળકોને આરોગ્ય કઈ રીતે જાળવવુ તે વિષે માર્ગદર્શન આપ્યુ હતુ પ્રમુખ રક્ષા ગણાત્રા તથા સભ્યો દ્વારા પધારેલ સર્વે ડોક્ટરો તથા પેરામેડીકલ સ્ટાફનો પુષ્પગુચ્છ આપીને બહુમાન કરવામા આવ્યો હતો. આભારવિધી પ્રોજેક્ટ ચેરમેન નુતનબેન મહેતા દ્વારા કરવામા આવી હતી. પરેશ ખત્રી વિદ્યાર્થી�vmના બ્લડ ગ્રુપિંગ ટેસ્ટ કરી આપ્યા હતાત્યાર બાદ ડોકટરોએ વિદ્યાર્થી�”ની આરોગ્યની તબીબી તપાસ કરી અને સારવાર આપવામા આવી હતી. કેમ્પમા 40 વિદ્યાર્થિની�ઓ સહિત કુલ્લ 200 વિદ્યાર્થી�”એ ભાગ લીધો હતો.આ કેમ્પમા કુલ્લ વિવિધ પ્રકાર ના 21 સ્પેશિયાલિસ્ટ ડોકટરો તથા 2 પેરામેડીકલ સ્ટાફે સેવા આપી હતી. કેમ્પમા ડો.રમણીક પટેલ,ડો.અરવીંદ મહેતા,ડો અતુલ મોડેસરા, ડો.મીત રામાણી, ડો. સંજય ઉપાધ્યાય, ડો. મિલીંદ જોશી. ડો દિપાલી ઠક્કર, ડો. ઉર્મિલા મહેતા, ડો. દમયંતી ગણાત્રા, ડો પરેશ ખત્રી,ડો ઉદય ગણાત્રા, ડો કતીરા, ડો ધર્મેશ ગોસ્વામી, ડો અંકિતા ગોસ્વામી, ડો રવી રાઠોડ, ડો. દિપેશ ઠક્કર,ડો મયુર ઉદેચા, ડો રાજેશ પુજારા, ડો પાવન ગોર, ડો ભુમિકા પટેલ,લાયોનેશ એડવાઈઝર શૈલેશ માણેક વગેરે હાજર રહ્યા હતા. લાયોનેશ ક્લબના પ્રમુખ રક્ષા ગણાત્રા,રેખા વોરા, દિવ્યાબેન વૈદ્ય વગેરેએ સહકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...