તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |માતૃછાયા કન્યા વિદ્યાલય અને અધિવકતા પરીષદ કચ્છના સંયુકત ઉપક્રમે

ભુજ |માતૃછાયા કન્યા વિદ્યાલય અને અધિવકતા પરીષદ કચ્છના સંયુકત ઉપક્રમે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |માતૃછાયા કન્યા વિદ્યાલય અને અધિવકતા પરીષદ કચ્છના સંયુકત ઉપક્રમે શાળામાં બંધારણ દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓને મુળભુત અધિકાર અને દેશના બંધારણથી અવગત કરાયા હતા. શાળાના પ્રાર્થનાખંડમાં ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ દેશના બંધારણથી અવગત થાય અને બંધારણનું મહત્વ સમજે એવા ઉદ્દેશ્યથી ઘનશ્યામભાઇ ગોરના માર્ગદર્શન હેઠળ બંધારણની પ્રતિકૃતિનું દર્શન તથા બંધારણ ઘડતર પ્રક્રિયાનું દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. બંધારણ દેશના પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. દેશનું સાશન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ એટલે બંધારણ. આમુખનો ખ્યાલ, મુળભુત અધિકારો, મુળભુત ફરજો તેમજ રાજયનિતીના માર્ગદર્શન સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં નલિનીબેન શાહ, ટ્રસ્ટી મધુભાઇ સંઘવી, નીલાબેન વર્મા, શશીકાંતભાઇ તેજવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

માતૃછાયા વિદ્યાલયમાં બંધારણ દિનની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...