તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ | આગામી તા. 2 12ના રોજ ઇદે મિલ્લાદુન્નબી હોવાથી યતીમખાના

ભુજ | આગામી તા. 2-12ના રોજ ઇદે મિલ્લાદુન્નબી હોવાથી યતીમખાના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | આગામી તા. 2-12ના રોજ ઇદે મિલ્લાદુન્નબી હોવાથી યતીમખાના એટલે સુન્નત સંચાલિત યશ પ્રાથમિક-માધ્યમિક શાળામાં નાત શરીફ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ભુજની ચાર શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઇદે મિલાદ હોવાથી યશ શાળામાં યોજાયેલી સ્પર્ધામાં ભુજની મુસ્લિમ એજ્યુકેશન, વાહેદના, મદની અને યશ એમ ચાર શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત કુરઆન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. સ્પર્ધામાં પ્રથમ નંબર તરીકે મદની સ્કુલના વિદ્યાર્થી જત હમીર હમઝા, દ્વિતિય વાહેદના શાળાના સાટી સમીરા ફકીર મામદ, તૃતીય હાલા નાઝીર મુબારક વિજેતા થયા હતા. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મૌલાના ઇકબાલ સુમરા રહ્યા હતા. પ્રસંગે અસ્ફાક હુશેન સૈયદ, હાજી હારૂનભાઇ હાકડા, નઝીર અહેમદ મેમણ, મોહમદ કૌષર આલમ સહિતના વિદ્યાર્થીઓ અને શાળા સ્ટાફ હાજર રહ્યો હતો.

ઇદે મિલાદ હોવાથી નાત શરીફની સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...