તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આણંદપર (યક્ષ) | દિવાળી અને દેવ દિવાળી પછી કચ્છમાં લગ્ન

આણંદપર (યક્ષ) | દિવાળી અને દેવ દિવાળી પછી કચ્છમાં લગ્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદપર (યક્ષ) | દિવાળી અને દેવ દિવાળી પછી કચ્છમાં લગ્ન પ્રસંગની સંખ્યામાં વધારો જોવા મળે છે ત્યારે પાટીદાર સમાજમાં હજુ પણ પરંપરાગત લગ્નોનો શિલશિલો જારી છે અને કચ્છ બહારથી ખાસ પાટીદાર સમાજના લોકો કચ્છમાં લગ્ન કરવા પહોંચી આવે છે. દિવાળી પછી કચ્છમાં ઢોલ ઢબુકવા લાગી ગયા છે વર્ષે પણ કચ્છમાં પાટીદાર સમાજના ભાઇઓ બહેનો બહાર વસતા હોવા છતાં કચ્છમાં લગ્ન કરવા આવે છે. પાટીદાર સમાજમાં ચૈત્ર-વૈશાખમાં લગ્ન ગણા હોય છે પણ વખતે શિયાળામાં લગ્ન કરવા લાગી ગયા છે. પાટીદાર સમાજ પોતાની પરંપરા મુજબ હજુ લગ્નો યોજે છે. સમાજ દ્વારા લગ્ન પ્રસંગે પ્રથમ મંડપારોહણ પણ પહેલાની રીત-રસમો પ્રમાણે કરે છે. દિકરીના લગ્ન હોય તો મંડપારોહણ પછી બીજી વીધી મામેરાની વીધી કરે છે જયારે દીકરાના લગ્ન હોય ત્યારે મંડપારોહણ બાદ તેમનો સગો મોટો ભાઇ અથવા તો તેનો કાકાઇ ભાઇ અને ભાભી દ્વારા વર વધુ બને છે. અણવર દ્વારા પછેડી પકડવામાં આવે છે. આગળ ઢોલ અને સરણાઇના સુર સાથે ગામની મુખ્ય શેરીઓમાંથી નીકળે છે. દીકરાના લગ્ન પ્રસંગે રાત્રે વરઘોડો કાઢવામાં આવે છે અને સમાજ સમયને માન આપીને કાર્યક્રમ યોજી રહ્યો છે.

પાટીદાર સમાજમાં હજુ પણ પરંપરાગત લગ્નો લેવાય છે

અન્ય સમાચારો પણ છે...