તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ |ભુજ તાલુકા ગીરીનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે

ભુજ |ભુજ તાલુકા ગીરીનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજ તાલુકા ગીરીનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે સરસ્વતી સન્માન સમારોહનું ભુજમાં આયોજન કરાયું હતું. જેમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ભુજ મધ્યે ભુજ તાલુકામાં વસતા જ્ઞાતિજનોનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં જ્ઞાતિના પ્રવીણચંદ્ર એલ. વ્યાસ અને બીપીન વ્યાસ, છાયાબેન અધિકારી દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અનુદાન આપવામાં આવ્યું. આશ્કા નીરવભાઇ વ્યાસ અભ્યાસ ક્ષેત્રે અનેરી સિદ્ધિ મેળવવા બદલ તેમનું જ્ઞાતિજનો દ્વારા સન્માન કરાયું હતું. પ્રસંગે પ્રમુખ ચેતન ઠાકર, મુંજાલ જાની, મનીષ વ્યાસ, કૌશિક ભટ્ટ, નીકુંદ અધિકારી, દીગીશ જોશી, લવ વ્યાસ, હર્ષ વ્યાસ, મેહુલ ઠાકર, અશ્વિન જાની, હેત ભટ્ટ, ઉમંગ ભટ્ટ, પુજન જાની, કાર્તિક અધિકારી સહિતના મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારોહ પુર્ણ થયા બાદ સમગ્ર જ્ઞાતિજનોએ સમુહ ભોજન કર્યું હતું.

બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા બાળકોનો સન્માન સમારોહ યોજાયો

અન્ય સમાચારો પણ છે...