તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ | કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા સરસ્વતી શિશુવાટીકા 1

ભુજ | કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા સરસ્વતી શિશુવાટીકા 1

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા સરસ્વતી શિશુવાટીકા 1 અને 2ના બાળકોને વિદ્યારંભ સંસ્કાર યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યારંભ એટલે વિદ્યાપ્રાપ્તિ માટે આરંભ અને પવિત્ર કાર્ય કરવા માટે વાતાવરણ અને ભાવના પવિત્ર હોવી જોઇએ તથ્યને ધ્યાનમાં રાખીને વિદ્યા પ્રાપ્તિનો પવિત્ર કાર્ય કરવા આહવાન કરાયું હતું. વિદ્યારંભમાં બાળક જયારે 4 વર્ષ 4 માસ અને 4 દિવસનું થાય તે પછી તેનો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવે છે. આજના દોડાદોડી ભર્યા યુગમાં બાળકને પણ વાલીઓ જલ્દી લખતાં વાંચતા શીખે અને અંગ્રેજી બોલતા થાય તે હેતુથી વાલી પોતાના બાળકના કુમળા માનસ પર બહુ કઠોરતાથી દબાણ કરે છે. જેમ જેમ બાળકને ચાલતા શીખવવા માટે યોગ્ય ઉમરની રાહ જોવી પડે તેમ લખતા-વાંચતા શીખવાડવા માટે યોગ્ય ઉમરની રાહ જોવી પડે અને ધૈર્ય રાખવું પડે. પ્રસંગે વર્ષાબેન ઠક્કર, નીરવબહેન પાંધીએ માર્ગદર્શન પુરુ પાડયું હતું. ટ્રસ્ટી સુભાષભાઇ જોશી, નીરુપમભાઇ, હરેશભાઇ, ચિંતનભાઇ રાવલ ઉપસ્થિત રહ્યા હતા.

એન્કરવાલા સરસ્વતી સંકુલ દ્વારા વિદ્યારંભ સંસ્કાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...