તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દહીસરાના નેત્રહિન દિવ્યાંગે ખેલમહાકુંભમાં પ્રથમ નંબરે ભુજ: રાજયકક્ષાના ખેલ મહાકુંભમાં

દહીસરાના નેત્રહિન દિવ્યાંગે ખેલમહાકુંભમાં પ્રથમ નંબરે ભુજ: રાજયકક્ષાના ખેલ મહાકુંભમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહીસરાના નેત્રહિન દિવ્યાંગે ખેલમહાકુંભમાં પ્રથમ નંબરે ભુજ: રાજયકક્ષાના ખેલ મહાકુંભમાં પાલનપુર ખાતે નેત્રહીન દિવ્યાંગ બાળકો માટે જુદી જુદી સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં રાજયભરમાંથી 300 અને કચ્છમાંથી 12 જેટલા નેત્રહીન દિવ્યાંગ બાળકોએ લાભ લીધો હતો. જેમાં દહીસરાના વિદ્યાર્થીએ અન્ડર 18માં ગોળાફેંકમાં પ્રથમ અને ચક્રફેંકમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. દહીસરાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતા નેત્રહીન દિવ્યાંગ ચૌહાણ વનરાજસિંહ કેશુભા અન્ડર 18 વયજુથની ગોળાફેંક સ્પર્ધામાં પ્રથમ નંબર અને ચક્રફેંકમા દ્વિતિય સ્થાન મેળવી શાળાનું તથા કચ્છનું ગૌરવ વધાર્યું હતું. સ્પર્ધામાં રાજયભરમાંથી 300 અને કચ્છમાંથી 12 વિદ્યાર્થીઓ જોડાયા હતા તેમાંથી સિદ્ધિ હાંસલ કરી હતી. સિદ્ધિ બદલ જિલ્લા શિક્ષણાધિકારી વાઘેલા, આચાર્ય અલ્પેશભાઇ સહિતના દ્વારા અભિનંદન પાઠવાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિશોર રાઠોડે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...