તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માતાના મઢ જાગીરે મોદીને સ્વચ્છતા મિશન માટે 11 લાખ આપ્યા

માતાના મઢ જાગીરે મોદીને સ્વચ્છતા મિશન માટે 11 લાખ આપ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતવિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર ઝુંબેશનો ભુજથી આરંભ કરવા પૂર્વે માતાના મઢ આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાગીર ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા મિશન માટે 11 લાખનો ચેક અપાયો હતો. 51 ઢોલીઓએ કરેલા સ્વાગત બાદ પીએમએ આશાપુરા માતાજીની આરતી ઉતારીને આશિષ લીધા હતા.

નલિયાથી હવાઇ માર્ગે સવારે 9.45 કલાકે માતાના મઢ આવી પહોંચેલા વડા પ્રધાને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજીએ તેમનું કચ્છી પાઘડી પહેરાવીને સ્વાગત કર્યા બાદ હનુવંતસિંહ, પ્રવીણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, રમેશ શાહ સહિતના ટ્રસ્ટીઓએ સન્માન કર્યું હતું. તકે જાગીર ટ્રસ્ટે સ્વચ્છતા મિશન માટે પ્રધાનમંત્રીને 11 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.

કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આવેલા પીએમએ 30 મિનિટ જેટલું રોકાણ કર્યું હતું અને દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે પ્રવેશ દ્વાર પર રાહ જોઇને ઉભેલા લોકોને મળ્યા હતા ત્યારે ‘ભારત માતાકી જય’ના નારા લાગ્યા હતા.

પીએમએ માતાજીની આરતી ઉતારી, 51 ઢોલીઓએ સ્વાગત કર્યું

વડા પ્રધાને પ્રચાર ઝુંબેશ શરૂ કરતાં પહેલાં આશાપુરાના આશિષ લીધા

અન્ય સમાચારો પણ છે...