તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કંડલાથી અમદાવાદની ફ્લાઈટ શરૂ થવાના સંકેત

કંડલાથી અમદાવાદની ફ્લાઈટ શરૂ થવાના સંકેત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનાઉધોગોના સંગઠન દ્વારા ઉડ્ડયન મંત્રાલય સમક્ષ રજુઆત કરી કંડલા એરપોર્ટનું વિસ્તરણ અને વિકાસ કરાય તેવી માંગ કરવામાં આવી રહિ છે. જે અંગે વાત કરતા ફોકિઆના એમ.ડી. જણાવ્યુ હતુ કે કંડલાથી અમદાવાદ માટેની ફ્લાઈટ શરુ થવાના ઉજળા સંકેત મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.

કેંદ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત થોડા સમય પહેલાજ કંડલા એરપોર્ટથી મુંબઈ માટેની ફ્લાઈટની શરુઆત કરવામાં આવી હતી. જેમાં સ્પાઈસ જેટ પેઢી દ્વારા સેવા પુરી પાડવામાં આવે છે. ફેડરેશન ઓફ કચ્છ ઈંન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા એવિએશન મંત્રાલયમાં રજુઆત કરી કંડલા એરપોર્ટનું વિસ્તરણ અને વધુ કનેક્ટીવીટી આપવા રજુઆત કરાઈ હતી. આંતરીક આધારભુત સુત્રોએ જણાવ્યુ હતુ કે કંડલાથી અમદાવાદ માટેની હવાઈસેવા શરુ કરવા માટૅ એરઈંડીયા અને ઈન્ડીગો બંન્નેએ રસ દાખવ્યો છે. ઈન્ડીગો દ્વારા ઓર્ડર કરવામાં આવેલા ઈટીઆર વિમાન પણ ડિલવર થઈ ચુક્યા છે ત્યારે આગામી ટુંક સમયમાં કંડલા એરપોર્ટથી મુંબઈ બાદ અમદાવાદ માટેની સેવા પણ શરુ થાય તેવા ઉજળા સંકેતો આવી રહ્યા છે. ફોકિયાના એમડી નિમીષ ફડકેએ જણાવ્યુ હતુ કે જો પ્રક્રિયાઓ પુર્ણ થાય તો આગામી થોડા મહિનામાંજ સેવા શરુ થાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...