તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોટાભાઇની નજર સામે નાના ભાઇના પેટ પગ પર ટ્રક ફરી ગઇ

મોટાભાઇની નજર સામે નાના ભાઇના પેટ-પગ પર ટ્રક ફરી ગઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાઆત્મારામ સર્કલ નજીક સોમવારે બપોરે મોટર સાયકલને ટ્રકે અડફેટે લેતા બે સગા ભાઈ ઘાયલ થયા હતા, જે પૈકી એકને યુવકને પેટ અને પગે ગંભીર ઈજાઓ થતાં અત્યંત ગંભીર હાલતમાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાવામાં આવ્યો હતો.

જયનગર ખાતે રહેતા અશ્વિન નાનાલાલ ગજ્જર (ઉ.વ.32) અને તેનો નાનો ભાઇ પ્રેમલ નાનાલાલ ગજ્જર (ઉ.વ.28) બન્ને જણા પોતાની મોટર સાયકલ જી.જે.12 બીબી 6113થી સોમવારે બપોરના આરટીઓ સર્કલથી અમનનગર ચારરસ્તા તરફ જતાં હતા, ત્યારે ટ્રક નંબર જીજે 12 ટી 9512એ તેમની મોટર સાઈકલને પાછળથી ટક્કર મારતા બાઈક રોડની સાઇડમાં ફંગોળાઇ ગઇ હતી, જ્યારે મોટર સાયકલ પર પાછળ બેઠેલા પ્રેમલ નાનાલાલ ગજ્જર રોડ પર ઉછળીને પટકાતાં તેના પેટ અને પગ પર ટ્રકનું પાછલું વ્હીલ ફરી વળ્યું હતું. દુર્ઘટનામાં તેનો ૩૨ વર્ષીય મોટો ભાઈ અશ્વિન પણ ઘવાયો હતો.બન્ને ભાઇઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જેમા ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રેમલને વધુ સારવાર માટે અમદાવદ રિફર કરવામાં આવ્યો છે બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાબહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...