• Gujarati News
  • National
  • માધાપરની સંસ્થાને વિકલાંગોના કલ્યાણ માટે સારી કામગીરી બદલ એવોર્ડ

માધાપરની સંસ્થાને વિકલાંગોના કલ્યાણ માટે સારી કામગીરી બદલ એવોર્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધાપરની સંસ્થાને વિકલાંગોના કલ્યાણ માટે સારી કામગીરી બદલ એવોર્ડ

ભુજ: માધાપરની નવચેતન અંધજન મંડળ સંસ્થાને વિકલાંગોના કલ્યાણ માટે શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય પારીતોષીક એનએબી સરોજીની ત્રિલોકનાથ નેશનલ એવોર્ડ-2017, હોન્ડા મોટર સાઇકલ અને સ્કુટર ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડના જનરલ ડાયરેકટર હરભજનસીંગના હસ્તે એનાયત કરાયો હતો. પ્રસંગે એનએબીના પ્રમુખ દીપેન્દ્ર મનોયા, મંત્રી પ્રશાંત વર્મા, ખજાનચી વિજયકુમાર બંસલ, સંસ્થાના હીમાંશુ સોમપુરા, ઝીણાભાઇ દબાસીયા, લાલજી પ્રજાપતી, દામજીભાઇ શાહ, હીરાલાલ ચાવડા, શશીકાંત વેકરીયા, દીપક પ્રસાદ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ સ્વિકારતા સંસ્થાના હોદ્દેદારોએ કચ્છના દિવ્યાંગો માટે સર્વાંગી વિકાસને ધ્યેય આપી મજબુત કરવાની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...