તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વરલી પાસે વૃધ્ધાને છકડામાંથી બહાર ખેંચી ધોકાથી માર માર્યો

વરલી પાસે વૃધ્ધાને છકડામાંથી બહાર ખેંચી ધોકાથી માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના વરલી ગામે રહેતી 60 વર્ષી વૃધ્ધા રવિવારે સાંજે ઘર તરફ છકડામાં બેસીને જતી હતી ત્યારે કારમાં આવેલા મહિલા સહિત ત્રણ જણાએ દિકરીનું ઘર વસાવા દેતી નથી તેવું કહીને વૃધ્ધાને છકડામાંથી બહાર ખેંચી લાકડી ધોકા વડે હુમલો કરતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, માર મારવાનો બનાવ રવિવારે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં બન્યો હતો, વરલી ગામે રહેતા જેનાબેન મામદ કુંભાર છકડો રિક્ષામાં બેસીને જઇ રહયા હતા, ત્યારે છકડાને આંતરી કારમાં આવેલા જુસબ મામદ કેવર, અબ્દુલ કેવર અને એક અજાણી મહિલાએ દિકરીનું ઘર વસાવવા કેમ દેતી નથી તેવું કહીને જેનાબાઇને છકડામાંથી બહાર ખેંચી અને જુસબે લાકડીથી જમણા હાથે અને માથામાં માર માર્યો હતો, અને અબ્દુલે હાથ અને ખભાના ભાગે અને એક અજાણી મહિલાએ ગડદાપાટુનો માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, ઇજાગ્રસ્ત જુનાબાઇને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, પધ્ધર પોલીસે બનાવની નોંધ લઇ આરોપી વિરૂધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રવિવારે સાંજે કારથી ઓવરટેક કરી હુમલો બોલાવ્યો

મહિલા સહિત ત્રણ જણાઓએ દિકરીનું ઘર વસાવા દેતા હોવાનું મનદુખ રાખી પાઇપ-લાકડીથી હુમલો કર્યો

અન્ય સમાચારો પણ છે...